વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ઇ-રૂપી લોન્ચ લોન્ચ કર્યો હતો. વડાપ્રધાને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું.
ઈ-રૂપી એક પ્રીપેડ વાઉચર છે, જેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIએ વિકસિત કર્યું છે. એના દ્વારા કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ થશે. સરકારના જણાવ્યા મુજબ, એના દ્વારા યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવામાં મદદ મળશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે ઇ-રૂપી સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાની દિશામાં એક ક્રાંતિકારી પહેલ પુરવાર થશે અને તે લીકપ્રુફ છે. નવા પ્લેટફોર્મથી સરકારી યોજનાઓનો લાભ સીધો જ લાભાર્થીઓને મળશે. તે QR કોડ કે SMS સ્ટ્રિંગ-બેઝ્ડ ઈ-વાઉચર છે, જેને ડાયરેક્ટ લાભાર્થીઓના મોબાઈલ પર મોકલવામાં આવે છે. આ વન ટાઈમ પેમેન્ટ સર્વિસમાં યુઝર્સ કાર્ડ વગર, ડિજિટલ પેમેન્ટ એપ કે ઈન્ટરનેટ બેન્કિંગ વગર પણ વાઉચરને રિડીમ કરી શકશે.