Vijayadashmi Bhupendra Patel performed shastrapujan,

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના અવસરે બુધવાર, 5 ઓક્ટોબરે મુખ્યપ્રધાન સુરક્ષા કર્મીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને પરંપરાગત શસ્ત્રપૂજન કર્યું હતું.મુખ્યપ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં ફરજમાં રહેલા સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજનની પરંપરા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યપ્રધાન કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી છે.

વિજયાદશમીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પરંપરા આગળ ધપાવતા પોતાની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું. તેમણે સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી.

લંકાના રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલા વિજયના માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારનું બીજું નામ વિજયા દશમી પણ છે. નવલી નવરાત્રિમાં ખેલૈયાએ મનમુકીને ગરબે ઘુમ્યા બાદ હવે લોકો દશેરાની તૈયારીમાં લાગી ગયા હતા.

મંદિરોમાં પણ દશેરાની ધુમધામથી તૈયારીઓ ચાલુ થઈ હતી.દશેરાના દિવસે ઇસ્કોન મંદિરમાં પારંપારિક રીતે રામચંદ્રવિજય ઉત્સવનું આયોજન થયું હતું. ત્રેતાયુગમાં આ દિવસે ભગવાન રામચંદ્રએ રાવણ જેવા રાક્ષસનો વધ કર્યો હતો અને આ કલિયુગમાં પણ આપણા અંદર જે રાવણ રૂપે અનેક દ્વેષ અને અવગુણ છે એનું આપણે દહન કરવું જોઈએ, તે ભાવ સાથે અમદાવાદ-ઇસ્કોનના શ્રી રાધાગોવિંદ ધામમાં પણ રામચંદ્ર વિજયોત્સવ – રાવણ દહનનું ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

LEAVE A REPLY