ડ્યુક ઑફ એડિનબરાને પ્રિન્સ ફિલિપ તરીકે પણ ઓળખવામાં આવતા હતા, પરંતુ તેઓ ક્યારેય સિંહાસન માટેની લાઇનમાં નહોતો. રાજાનું પદ તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ માટે અનામત જ હતું. કારણ કે યુકેના નિયમો મુજબ યુકેમાં કોઇ સ્ત્રી રાજા સાથે લગ્ન કરે તો તેને રાણીના ઑપચારિક પદવી મળી શકે છે. પણ રાણી સાથે લગ્ન કરનાર પુરૂષ રાજાનુ શીર્ષક વાપરી શકતા નથ કે તેઓ રાજા બની શકતા નથી.
પ્રિન્સ ફિલિપનું બાળપણ ખંડિત હતું, અને શ્રેણીબદ્ધ નુકસાનથી તે ઘેરૂ થઈ ગયું હતું. 1930માં, જ્યારે તેઓ આઠ વર્ષના હતા, ત્યારે તેનની માતાને નર્વસ બ્રેકડાઉન પછી સુરક્ષિત સાઇકીઆટ્રીક સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. તે પછી તેમના પિતા એક રખાત સાથે ફ્રેન્ચ રિવેરામાં રહેવા ચાલ્યા ગયા હતા. તેમને યુકેમાં રહેતા તેમની માતાના સંબંધીઓએ ઉછેરવામાં મદદ કરી હતી. બાદમાં તેમણે માતાના સગપણની અટક માઉન્ટબેટન અપનાવી હતી.
તેઓ એક સ્કોટ્ટીશ બોર્ડિંગ સ્કૂલ, ગોર્ડનસ્ટ્યુનમાં ભણ્યા હતા. જેના સ્થાપક અને હેડ ટીચર યહૂદી શૈક્ષણિક અગ્રણી કર્ટ હેન હતા, જેમને નાઝીઓની નિંદા કરવા બદલ જર્મનીમાંથી નીકળી જવાની ફરજ પડી હતી. તે શાળાએ ફિલિપનું માળખું આપ્યું હતું અને તેમની આત્મનિર્ભરતાને પોષ્યું હતું. તે શાળામાં વિદ્યાર્થીઓએ ઠંડા પાણીના ફુવારામાં નાહવું અને ક્રોસ-કન્ટ્રીમાં દોડવું પડતું હતું.
1937 માં, ફિલિપની ચાર બહેનોમાંની એક, સેસિલી, તેના જર્મન પતિ, સાસુ અને બે નાના પુત્રો સાથે હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ પામી હતી. તે સમયે તેણી ભારે ગર્ભવતી હતી. સેસિલિ તે વખતે નાઝી પાર્ટીમાં જોડાઇ હતી. 16 વર્ષના દુખી ફિલિપ તેમની બહેનના કોપીન પાછળ શેરીઓમાંથી પસાર થતા હતા ત્યારે લોકોના ટોળા હિટલર ઝીંદાબાદના નારા લગાવતા હતા. પ્રિન્સ ફિલિપે તે સમય વિશે કહ્યું હતું કે “મારો પરિવાર તૂટી ગયો હતો. મારી માતા બીમાર હતી, મારી બહેનોનાં લગ્ન થઇ ગયાં હતાં, મારા પિતા ફ્રાન્સમાં હતા. મારે તેની સાથે આગળ વધવાનું હતું.”
ફિલિપ અને રાણીનું મિલન
જ્યારે ફિલિપે સ્કૂલ છોડી ત્યારે બ્રિટન જર્મની સાથે યુદ્ધની ધાર પર હતું. તેઓ ડાર્ટમથની બ્રિટાનિયા રોયલ નેવલ કૉલેજમાં જોડાયા હતા. જ્યાં તેઓ એક તેજસ્વી કેડેટ તરીકે તેમના ક્લાસમાંથી સ્નાતક થયા હતા. જુલાઇ 1939માં કિંગ જ્યોર્જ છઠ્ઠાએ એકેડેમીની સત્તાવાર મુલાકાત લીધી ત્યારે, ફિલિપ પર તેમની યુવાન પુત્રીઓ, પ્રિન્સેસ એલિઝાબેથ અને માર્ગારેટનું મનોરંજન કરવાની જવાબદારી સોંપાઇ હતી. ફિલિપે તે વખતે 13 વર્ષીય એલિઝાબેથ પ્રત્યે ખૂબ સારી લાગણી બતાવી હતી.
પ્રિન્સ ફિલિપ હિંદ મહાસાગરમાં બીજા વિશ્વયુદ્ધમાં પહેલી વાર લશ્કરી કાર્યવાહીમાં જોડાયા હતા. ઑક્ટોબર 1942સુધીમાં, તે 21 વર્ષના થઇ ચૂક્યા હતા અને રોયલ નેવીના સૌથી યુવાનમાંના પ્રથમ લેફ્ટનન્ટ હતા.
કિશોરવયના રાજકુમારી અને તેઓ પત્ર દ્વારા સંપર્કમાં રહેતા હતા. 1943ના ક્રિસમસ સુધીમાં ફિલિપના રોયલ ફેમિલી સાથે ગાઢ સંપર્ક થઇ ગયા હતા. ત્યારબાદ, નૌકાદળના યુનિફોર્મમાં તેમનો ફોટોગ્રાફ રાજકુમારીના ડ્રેસિંગ રૂમના ટેબલ પર આવ્યો હતો.
તે સમય દરમિયાન કિંગ જ્યોર્જે ફિલિપને તેમની પુત્રી સાથે લગ્ન કરવાની મંજૂરી આપી હતી. 20 નવેમ્બર 1947ના રોજ તેમના લગ્નના દિવસે તેમને ડ્યુક ઑફ એડિનબરા બનાવવામાં આવ્યા હતા. ત્યારે તેઓ 26 વર્ષના અને તેમના પત્ની 21 વર્ષના હતા. 1952માં દંપત્તી કોમનવેલ્થ દેશ કેન્યાના પ્રવાસે હતા ત્યારે ગેમ લોજમાં તેમને કિંગ જ્યોર્જ છઠ્ઠા 56મા વર્ષે અવસાન પામ્યા હોવાના સમાચાર આપવામાં આવ્યા હતા.
ફિલિપે રાજાશાહીને કેવી રીતે બદલી?
ડ્યુક ગ્રીસમાંથી તેમના પરિવારના દબાણપૂર્વક કરાયેલી હિજરતને ક્યારેય ભૂલી શક્યા નહોતા. તેમણે અનૌપચારિક ભોજન સમારંભો ગોઠવ્યા ગતા જ્યાં રાણી વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને મળી શકે. પરંપરાગત ગણવેશવાળા ફૂટમેનઓએ તેમના વાળ પાવડર કરવાનું બંધ કર્યું હતું. તેમણે રોયલ્સને જમાડવા માટેનું બીજું રસોડું બંધ કરાવ્યું હતું.
કેટલાક ફેરફારો વધુ વ્યક્તિગત હતા, અને તેમના ગેજેટ્સ પ્રત્યેના તેમના બાળપણના પ્રેમને પ્રતિબિંબિત કરતા હતા. તેમણે ખુશીથી લેબરની બચત કરતા ઉપકરણો સ્થાપ્યા હતા. જેમાંથી એક બટન દબાવો એટલે સુટ બહાર આવે તેવી વ્યવસ્થા હતી.
ડ્યુકે ‘રોયલ ફેમિલી’ નામની 90-મિનિટની ફ્લાય-ઑન-ધ-વૉલ બીબીસી ડોક્યુમેન્ટ્રીનું પણ ચેમ્પિયન કર્યું હતું, જે 1969માં પ્રસારિત થઇ હતી અને તે સીમાચિહ્ન ટેલિવિઝન કાર્યક્રમ માનવામાં આવતો હતો. બકિંગહામ પેલેસમાં, પ્રિન્સ ફિલિપે ઇન્ટરકોમ મૂક્યા હતા જેથી સેવકોને તેમની પત્નીને લખેલા સંદેશાઓ લઇ જવા ન પડે. તેઓ પોતાનો સામાન જાતે જ ઉંચકતાં હતા અને જ્યાં સુધી રાણીને રસોઇની ગંધનો વાંધો ન હતો ત્યાં સુધી તેઓ પોતાનો નાસ્તો પોતાના રૂમમાં ઇલેક્ટ્રિક ફ્રાઈંગ પેનથી રાંધતા હતા.
પ્રિન્સ ફિલીપની કામગીરી
2017માં શાહી ફરજમાંથી નિવૃત્ત થયા ત્યાં સુધીમાં પ્રિન્સ ફિલીપે લગભગ 22,191 સોલો એંગેજમેન્ટમાં ભાગ લીધો હતો. તેઓ 780થી વધુ સંગઠનોના સભ્ય, પેટ્રન, પ્રમુખ હતા. તેમણે ક્વીનને સાથે રાખીને સત્તાવાર 143 દેશોની મુલાકાત લીધી હતી. જેમાં તેઓ જરૂર પડે અસ્ખલિત ફ્રેન્ચ અને જર્મન બોલતા હતા.
તેમના સૌથી વધુ ટકી રહેલા અને પ્રસંશનીય કાર્યોમાં એક ડ્યુક ઑફ એડિનબરા એવોર્ડ છે, જેની સ્થાપના 1956માં કરવામાં આવી હતી. આ એવોર્ડ 14-25 વર્ષની વયના લોકોને વોલંટીયરીંગ, શારીરિક પ્રવૃત્તિઓ અને કુશળતા શીખવા બદલ, મોઉન્ટેઇન ટ્રેક કે સેઇલીંગ ટ્રીપ બદલ આ એવોર્ડ એનાયત કરાય છે. 2016માં, વિશ્વભરના 130થી વધુ દેશો અને પ્રદેશોના લગભગ 1.3 મિલિયન યુવાનોએ આ યોજનામાં ભાગ લીધો હતો. તેઓ ખુદ એક પ્રતિભાશાળી રમતવીર હતા. તેમને કેરેજ ડ્રાઇવિંગ સહિત ઇક્વિની રમત ગમતી હતી, અને 1960ના દાયકાના મધ્યભાગમાં તેઓ યુકેના ટોચના ચાર પોલો ખેલાડીઓમાંના એક હતા.
તેઓ એક પ્રતિબદ્ધ એન્વાયર્નમેન્ટલ કેમ્પેઇનર અને વાઇલ્ડ લાઇફ એડવોકેટ હતા. જેઓ 1961માં વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (યુકે)ના અધ્યક્ષ બન્યા હતા. જોકે તે જ વર્ષે ભારતમાં મહારાણી સાથે વાઘનો શિકાર કરવાનો એક ફોટો બહાર આવતા તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.