પ્રિન્સ ફિલીપના નિધન બાદ વિશ્વભરના નેતાઓએ ડ્યુક ઓફ એડિનબરાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ડ્યુકના નિધનને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિઘ અગ્રણીઓએ પ્રતિક્રિયા દર્શાવી હતી.
યુએસના રાષ્ટ્રપતિ જૉ બાઇડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડેને મહારાણી, રાજવી પરિવાર અને યુકેના લોકોને તેમનો ગહેરો શોક ફાઠવ્યો હતો. એક નિવેદનમાં, તેમણે કહ્યું હતું કે ડ્યુકે “ખુશીથી પોતાને યુકે, કોમનવેલ્થ અને તેના પરિવાર માટે સમર્પિત કર્યા હતા. તેમનો વારસો ફક્ત તેમના પરિવાર દ્વારા જ નહીં, પરંતુ તમામ સખાવતી પ્રયાસોમાં તેમણે આપ્યો છે.”
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સૈન્યમાં પ્રતિષ્ઠિત કારકિર્દી અને ઘણી સમુદાયીક સેવાઓ માટેની પહેલના અગ્રણી તરીકે ડ્યુકને યાદ કર્યા હતા.
પ્રિન્સ ફિલીપના નિધન બાદ વિશ્વભરના નેતાઓએ ડ્યુક ઓફ એડિનબરાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ડ્યુકના નિધનને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિઘ અગ્રણીઓએ પ્રતિક્રિયા દર્શાવી હતી.
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને ટ્વીટ કર્યું હતું કે ‘’ડ્યુકે એક એવી પેઢીની મૂર્તિ બનાવી છે જે આપણે ફરી ક્યારેય જોઈશું નહીં.”
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ડ્યુક ફિલિપને મહાન હેતુ અને પ્રતીતિના માણસ ગણાવ્યા હતા.