નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને ઈન્ડિયન નેવી શનિવારે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આશરે 750 કિલોગ્રામમાં ડ્રગ્સ ઝડપી લીધું હતું. તેમાં529 કિલોગ્રામ હશિશ, 234 કિલોગ્રામ ક્રિસ્ટલ મેથામ્ફેટામાઈન અને થોડી માત્રામાં હેરોઈનનો સમાવેશ થાય છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત રૂપિયા 2000 કરોડ આસપાસ આંકવામાં આવી છે.
NCBના જણાવ્યા અનુસાર જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 2 હજાર કરોડની આસપાસ હોવાનું અનુમાન છે.પોરબંદર અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓએ સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આવું પહેલી વખત છે કે જ્યારે મધદરિયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોય. મધદરિયે ડ્રગ્સ ટ્રાફિકિંગના ઈનપુટ એનસીબીને મળ્યા હતા. જે અંગે એનસીબીએ નેવી ઈન્ટેલિજન્સને જાણ કરતા જોઈન્ટ ઓપરેશન હાથ ધરાયું હતું. પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. ડ્રગ્સનો જે જથ્થો પકડાયો છે તે પાડોશી દેશોમાંથી દરિયાઈ માર્ગે ભારત અને બીજા દેશોમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.