Drugs worth Rs 1476 crore seized in Mumbai
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

તપાસ એજન્સી ડિરેક્ટોરેટ ઓફ રિવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ મુંબઈના વાશીમાંથી આયાતી નારંગી લઈ જતા એક ટ્રકમાંથી રૂ.1,476 કરોડના નશીલા પદાર્થોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ડીઆરઆઇના અધિકારીઓએ ટ્રકમાં નારંગીના બોક્સમાં છુપાવવામાં આવેલા મેથોફેટામાઇન અને કોકેઇનનો મોટો જથ્થો ઝડપી લીધો હતો.
ડીઆરઆઇના અધિકારીઓને વેલેન્શિયા ઓરેન્જના બોક્સમાં છુપાવવામાં આવેલો 198 કિગ્રા હાઇ પ્યોરિટી ક્રિસ્ટલ મેથાફેટામાઇન અને 9 કિગ્રો કોકેઇન જથ્થો મળી આવ્યો હતો. તપાસ એજન્સીએ નારંગીના આયાતકારની પણ ધરપકડ કરી હતી.

ડીઆરઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વેલેન્શિયા ઓરેન્જના બોક્સમાં છુપાવવામાં આવેલા ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આયાતકારની ધરપકડ કરાઈ છે અને તેની પૂછપરછ ચાલુ છે. આ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગઇકાલે ડ્રગ્સની હેરફેર પર નજર રાખતી એનસીબીએ દેશમાં બ્લેક કોકેઇન લાવવાના એક પ્રયાસને મુંબઈમાં નિષ્ફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY