ફેડરલ ઓથોરિટીએ બુધવાર, 2 નવેમ્બરે સેવિલે મોટર લોજના માલિકો અને ઓપરેટર્સની ધરપકડ કરી હતી અને તેમની સામે મોટેલને વેશ્યાવૃત્તિ અને ડ્રગ ટ્રાફિકિંગનો અડ્ડો બનાવવાના આરોપ મૂક્યા હતા, એમ ફેડરલ પ્રોસેક્યુટર્સે જણાવ્યું હતું.
યુએસ એટર્ની ઓફિસે નરેન્દ્રકુમા દાદરવાલા (76), તેમની પત્ની શારદાબેન દાદરવાલા (69) તેમના પુત્ર જિગર દાદરવાલા (44) અને અશોકભાઇ પટેલ (58) સહિત મોટલના માલિકો સામે આરોપની જાહેરાત કરી છે. તેમની સામે સેવિલે મોટેલમાં ડ્રગના વેચાણ અને સેક્સ ટ્રાફિકિંગ માટે મદદ કરવાનો આરોપ છે. તેમણે એક સગીર યુવતીનો પણ દુરુપયોગ કર્યો હોવાનો આરોપ છે.
એફબીઆઇના આસિસ્ટન્ટ ડિરેક્ટર-ઇન-ચાર્જ ડ્રિસ્કોલે જણાવ્યું હતું કે અમારો આરોપ છે કે હોટેલમાં માનવ તસ્કરી થઈ રહી હતી ત્યારે સેવિલે મોટર લોજના માલિક અને કર્મચારીઓ તેની અવગણના કરી હતી. અમારો વધુ ગંભીર આરોપ છે કે તેમણે તે દલાલો અને ડ્રગના વેપારીઓ પાસેથી પૈસા લીધા હતા. દલાલો અને ડ્રગના વેપારીઓએ તેમની સમક્ષ મહિલાઓને માર માર્યો હતો અને દુર્વ્યવહાર કર્યો હતો. આવા કામ કરતા અન્ય હોટલ માલિકો ધ્યાન આપવું જોઈએ. અમે તેમને તેમના સ્થળો પર સેક્સ ટ્રાફિકિંગની મંજરી આપવા બદલ કાર્યવાહી કરીશું.
સેક્સ તસ્કરો, સેક્સ વર્કર્સ અને ડ્રગ ડીલરો કથિત રીતે નરેન્દરકુમાને “પપ્પા” અને “પા” અને શારદાબેનને “મોમ” અને “મા” તરીકે બોલાવતા હતા. 5494 સનરાઇઝ હાઇવે પર આવેલી મોટેલમાં રહેતા દાદરવાલા પરિવાર 1984થી આ પ્રોપર્ટીની માલિકી ધરાવે છે. પટેલ ૨૦૧૭ થી ૨૦૧૯ દરમિયાન સેવિલે મોટર લોજમાં કામ કરતા હતા અને રહેતા હતા.
ફેડરલ પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે એક બિન-પકડાયેલા સહ-કાવતરાખોરે દાદરવાલા અને પટેલની કથિત મદદથી 2014 થી 2018 દરમિયાન મોટેલમાં સેક્સ ટ્રાફિકિંગ રિંગ ચલાવી હતી.
યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની પીસએ જણાવ્યું હતું કે આરોપ મુજબ પ્રતિવાદીઓએ સેવિલે મોટર લોજને વેશ્યાવૃત્તિ અને માદક દ્રવ્યોની તસ્કરી માટે પૈસા કમાવવાનું સાધન બનાવ્યું હતું અને આસપાસના સમુદાય માટે એક અવરોધ ઊભો કર્યો હતો. આ ધરપકડ સાથે અમે સ્પષ્ટ સંકેત આપવા માગીએ છીએ કે અમારી ઓફિસ એવા તમામ લોકો સામે કાર્યવાહી કરશે કે જેઓ મોટલ્સ કે બીજા સંકુલોનો માનવ કે ડ્રગ્સની તસ્કરી માટે કરે છે.