ઘરની તલાશી દરમિયાન કારતૂસ અને રિવોલ્વરના પાર્ટ્સ મળી આવતા 28 વર્ષીય ડ્રગ ડીલર ફઝલ મુનીરને ડ્રગ્સ, ફાયરઆર્મ અને ડ્રાઇવિંગના ગુનામાં દોષિત ઠેરવ્યા બાદ ત્રણ વર્ષની જેલ કરવામાં આવી હતી.
સ્ટેફર્ડના પાર્કસાઈડના એલ્ડરશો ક્લોઝ ખાતે રહેતા મુનીરને 2 ઓગસ્ટના રોજ સ્ટેફર્ડ ક્રાઉન કોર્ટે સજા કરી હતી. તેના પર 42 મહિના ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ લગાવાયો હતો.
ડ્રાઇવીંગ માટે અયોગ્ય જાહેર કરાયેલો મુનીર ભાડાની કાર ચલાવતો હતો અને 2018માં પોલીસે તેને અટકાવીને તપાસ કરતા કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો. તેના ઘરે તપાસ કરતાં રોકડ રકમ મળી હતી. 2019માં સ્ટેફર્ડમાં તેણે ડમ્પ કરેલી ભાડાની કાર મળી આવ્યા બાદ તેના ઘરની ફરી તપાસ કરાતા પોલીસને રોકડ ઉપરાંત બે કારતૂસ અને રિવોલ્વરનો ભાગ મળ્યો હતો. મુનીર પાસેથી કુલ £3,085 રોકડ જપ્ત કરાઇ હતી.