ઈંગ્લેન્ડના અનેક વિસ્તારોમાં સરકારે દુષ્કાળની સ્થિતિ જાહેર કરી છે. આ અંગે સત્તાવાર જાહેરાત થઇ હોવાથી પાણીનો કમર્શિયલ પાણીનો વપરાશ ઓછો થશે. આ સ્થિતિમાં ખેતી અને પશુપાલનને પણ પાણીની ગંભીર અછત ઊભી થવાનો ભય છે. યુકેભરમાં પ્રચંડ ગરમીની બીજી લહેર શરૂ થઈ જતાં લોકોનું જનજીવન પામ્યું છે. લંડનની થેમ્સ નદીમાં પાણીમાં પણ સુકાઇ રહ્યું છે. દેશમાં 1935 પછી પ્રથમવાર આ વર્ષે ઓછો વરસાદ પડ્યો છે. દેશના પાણી પૂરવઠા પ્રધાન સ્ટીવ ડબલે જણાવ્યું હતું કે, ગરમીની ગંભીર સ્થિતિને કારણે જનજીવન ખોરવાયું છે અને આ વર્ષે ઓછા વરસાદને કારણે પાણીની અછત ઊભી થઇ છે.
રાષ્ટ્રીય દુષ્કાળ સમિતિના સભ્યો, પર્યાવરણ એજન્સીઓ, નિષ્ણાતો, પાણી પૂરવઠા કંપનીઓ સાથે ચર્ચા અને મંતવ્યા પછી બાદ બ્રિટિશ સરકારે કેટલાક વિસ્તારોમાં દુષ્કાળની પરિસ્થિતિ જાહેર કરી છે. પાણી પૂરવઠા પ્રધાને વધુમાં કહ્યું હતું કે ઘરવપરાશનો પૂરવઠો ન ઘટે એ માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. પાણી પૂરવઠા કંપનીઓએ આશ્વાસન આપ્યું છે કે પાણીનો પૂરવઠો જળવાઇ રહેશે, આમ છતાં લોકોને પાણી બચાવવા માટે અરજ કરવામાં આવી છે.
અગાઉ 2018 અને 2011માં યુકેના કેટલાક વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ ઊભી થઇ હતી. જોકે, આ વર્ષની સ્થિતિ એ અગાઉ કરતાં ઘણી જુદી છે. પ્રચંડ ગરમીના કારણે નદી–તળાવોમાં પાણી સુકાઇ રહ્યું છે. થેમ્સ નદીનું જળસ્તર પણ નીચું ગયું છે. કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે, દુષ્કાળની સ્થિતિમાં સરકાર અને એજન્સીઓનું યોગ્ય આયોજન ન હોવાથી લોકોની સમસ્યામાં વધારો થઈ શકે છે.
1935 પછી પ્રથમવાર યુકેમાં જુલાઈ મહિનામાં માત્ર 35 ટકા જ વરસાદ પડ્યો હતો. ઓગસ્ટમાં પણ ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આખા મહિનાનું રેડ એલર્ટ જાહેર કરવાની ફરજ પડી હતી. અગાઉ ઓગસ્ટમાં રેડ એલર્ટ જાહેર કરવાનું ખૂબ જ ઓછી ઘટના બનતી હતી. આ ભારે તાપમાનના કારણે અનેક ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની અછત પણ સર્જાઈ હતી.
બીજી તરફ ફ્રાન્સમાં પણ ગરમીના કારણે જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. સાત હજાર હેક્ટર વિસ્તારમાં લાગેલી આગને કાબૂમાં લેવાની કાર્યવાહીમાં ત્યાંથી દસ હજાર લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. જંગલની આગને કાબૂમાં લેવા માટે ફ્રાન્સના ફાયર ફાઈટર્સ ઓછા હોવાથી પોલેન્ડ, જર્મની, સ્વીડન, ગ્રીસ, રોમાનિયામાંથી ફાયરફાઈટર્સ ફ્રાન્સ આવ્યા હતા. 1100 ફાયર ફાઈટર્સ આગને કાબૂમાં લેવા ઝઝૂમી રહ્યા છે. યુરોપભરમાં પ્રચંડ ગરમીને કારણે જનજીવન ખોરવાયું હતું.