drone show in Ahmedabad

ગુજરાતમાં 26માં નેશનલ ગેમ્સના ઉદ્ધઘાટન સમારંભ પહેલા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સાંજે 600 ડ્રોનનો ઉપયોગ કરીને ડ્રોન શો યોજાયો હતો. આકાશમાં ડ્રોન મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલકમ પીએમ મોદી, ભારત દેશનો નકશો, વંદે ગુજરાત, આઝાદી કા અમૃત મહોત્સવ અને નેશનલ ગેમ્સનો લોગો વગેરે ડ્રોન મારફતે આકાશમાં જોવા મળ્યા હતા

વડાપ્રધાન મોદીએ આ ઇવેન્ટના કેટલાંક ફોટા ટ્વીટ કર્યા હતા. ગુજરાતમાં પ્રથમ વખત નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે. 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર 2022 દરમિયાન આ રમતોત્સવ યોજાશે. તેમાં દેશભરના 15,000થી વધુ ખેલાડીઓ, કોચ ભાગ લેશે.

ડ્રોન શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રમતગમત અને ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા આ ડ્રોન શો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 600 જેટલા મેક ઇન ઇન્ડિયા ડ્રોન દ્વારા આકાશમાં વિવિધ થીમ અને ડિઝાઇન લોકોને દર્શાવવામાં આવી હતી. ઉદઘાટન પહેલાં અમદાવાદ શહેરને શણગારવામાં આવ્યું છે અને ઠેર ઠેર નેશનલ ગેમ્સની રેપ્લીકા, પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. આ રમતોત્સવ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર સહિત છ શહેરોમાં યોજવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY