ડ્રાઇવરોની અછતના પગલે આખી સપ્લાય ચેઇન ખોરવાતા વિરોધપક્ષોએ સરકાર ઉપર આરોપ મૂક્યો હતો કે બ્રેક્ઝિટના કારણે આ સ્થિતિ સર્જાઇ છે. સામા પક્ષે સરકારે દલીલ કરી હતી કે કોવિડની મહામારીના કારણે કામચલાઉ રીતે સપ્લાય ચેઇનને અસર પહોંચી છે અને આ પ્રશ્નનો ઉકેલ આવી જશે.
સરકારે આ મુશ્કેલીનો હલ લાવવા ફ્યુઅલનુ ટ્રાન્સપોર્ટેશન કરતી લૉરીઓ અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરતી ટ્રકોના 5,000 ડ્રાઇવરોને આગામી ત્રણ મહિના સુધી બ્રિટનમાં કામ કરવા મંજૂરી આપી છે. આજ રીતે આગામી ક્રિસમસને નજરમાં રાખની સરકારે પોલ્ટ્રી ફાર્મના 5500 જેટલા કામદારો માટે પણ આ યોજનાનો વિસ્તાર કરી તેમની વર્ક પરમીટ વધારી છે.