અજય દેવગણને ચમકાવતી ફિલ્મ ‘દ્રશ્યમ 2’ તેના રીલિઝના 24મા દિવસે રૂ. 200 કરોડની ક્લબમાં સામેલ થઈ હતી. ફિલ્મની ટીમના અધિકૃત આંકડાઓ 11 ડિસેમ્બર સુધીમાં તેનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 203.58 કરોડ રહ્યું હતું. ટ્રેડ વેબસાઇટ અનુસાર ‘દ્રશ્યમ 2’ એ શનિવારે રૂ. 4.67 કરોડ રહ્યું હતું. આ ફિલ્મે ‘KGF ચેપ્ટર 2’ના રેકોર્ડને તોડી નાખ્યો છે, જેનું કલેક્શન તેના ચોથા શનિવારે 4.5 કરોડથી ઓછું હતું,
‘ભેડિયા’ અને ‘એક્શન હીરો’ માટે પણ શનિવાર સારો હતો, કારણ કે તેમના કલેક્શનમાં પણ વધારો જોવા મળ્યો હતો. પરંતુ 2022નું છેલ્લું ક્વાર્ટર સ્પષ્ટપણે ‘દ્રશ્યમ 2’નું રહ્યું હતું અને તેને બોક્સ-ઓફિસ પર પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ‘દ્રશ્યમ 2’ તબ્બુ અને શ્રિયા સરન પણ છે. તેની કમાણીમાં આગામી સમયમાં ઘટાડો થઈ શકે છે, કારણ કે ‘અવતાર’ 16 ડિસેમ્બરે રિલીઝ થશે,
અજયના કરિયરની આ ત્રીજી ફિલ્મ રૂ.200 કરોડ ક્લબમાં સામેલ થઈ છે.આ પહેલા અજયની ‘તાન્હાજી’ તથા ‘ગોલમાલ અગેઇન’એ પણ રૂ.200 કરોડનો આંક પાર કર્યો હતો. દૃશ્યમ 2’નું બજેટ આશરે રૂ.60 કરોડ હતું. ફિલ્મે ત્રીજા જ દિવસે બજેટ કરતાં વધુ કમાણી કરી હતી. ફિલ્મમાં અજય ઉપરાંત તબુ, શ્રિયા સરન, અક્ષય ખન્ના તથા ઈશિતા દત્તા છે.