એક મોટી સફળતામાં, DRI અમદાવાદ ઝોનલ યુનિટે રેડીમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટમાં છુપાવેલ વિદેશી સિગારેટના કન્ટેનર લોડને જપ્ત કર્યું છે. 80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવી હતી જેની અંદાજિત બજાર કિંમત રૂ. 16 કરોડ છે.
ચોક્કસ બાતમીના આધારે, DRI અધિકારીઓએ કંબોડિયાના ફ્નોમ પેન્હ બંદરેથી મોકલેલ આયાતી કન્ટેનરને મુંદ્રા બંદર પર અટકાવ્યું હતું. કન્સાઇનમેન્ટને “રેડીમેઇડ ગાર્મેન્ટ્સ” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તે હજીરા પોર્ટ માટે મોકલવાનું હતું. માલસામાનની વિગતવાર તપાસ દરમિયાન, અધિકારીઓએ નોંધ્યું કે કન્ટેનરમાં પ્રથમ પંક્તિના પેકેજો “રેડીમેઇડ ગારમેન્ટ્સ”ના હતા. જોકે, તેની પાછળના, તમામ પેકેજોમાં વિદેશી મૂળની સિગારેટ “ગોલ્ડ ફ્લેક” હતી. તે મુજબ પંચનામાની કાર્યવાહી હેઠળ કુલ 80.1 લાખની સ્ટીક્સ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સિગારેટની કિંમત અંદાજે રૂ. 16 કરોડ છે.
બે મહિના પહેલા, આવી જ કામગીરીમાં, ડીઆરઆઈ અધિકારીઓએ 36 લાખ વિદેશી મૂળની સિગારેટ જપ્ત કરી હતી, જે મુંદ્રા પોર્ટ પર દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments