BCCI Twitter

ફેન્ટસી ક્રિકેટ લીગ પ્લેટફોર્મ ડ્રીમ 11 આઈપીએલના નવા ટાઈટલ સ્પોન્સર બન્યા છે. તેમણે 222 કરોડ રૂપિયામાં આ ડીલ હાંસલ કરી છે, તેની સાથે સ્પર્ધામાં રહેલા અન એકેડમીએ 210 કરોડ, ટાટા સન્સે 180 કરોડ તથા બૈજુઝે 125 કરોડમાં બિડ કરી હતી. વિવોએ આ વર્ષની ટાઈટલ સ્પોન્સરશિપ સસ્પેન્ડ કરતાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે નવા સ્પોન્સર લેવા પડ્યા હતા.

ડ્રીમ 11ને શરતી ત્રણ વર્ષની સ્પોન્સરશિપ મળી છે, તે મુજબ આવતા વર્ષે વિવો પાછા સ્પોન્સર નહીં બને તો ડ્રીમ 11 વધુ બે વર્ષ માટે સ્પોન્સર રહેશે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે આ જાહેરાત મંગળવારે કરી હતી. ભારત અને ચીન વચ્ચે વધી રહેલા વિવાદને કારણે બીસીસીઆઈએ આ સિઝન માટે વિવોની છુટ્ટી કરી દીધી હતી. ડ્રીમ 11 એ આઈપીએલ 2020 સીઝન માટે 222 કરોડમાં સ્પોન્સર્સ અધિકાર ખરીદ્યા છે. આ બોલી વીવોના વાર્ષિક 440 કરોડ રૂપિયા કરતા 190 કરોડ રૂપિયા ઓછી છે.

https://twitter.com/not_BCCI/status/1295664288623808512?s=20

ટાટા ગ્રુપ પણ ટાઇટલ સ્પોન્સરશીપ રાઇટ્સ રેસમાં સામેલ હતું. વિવોએ 2018 થી 2022 સુધીના પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા (દર વર્ષે 440 કરોડ રૂપિયા) માં આઇપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ ખરીદ્યા હતા. વિવો આવતા વર્ષે મુખ્ય પ્રાયોજક તરીકે પરત આવી શકે છે.

આઇપીએલ આ વર્ષે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યોજાશે.બીસીસીઆઈના અહેવાલ અનુસાર અનએકેડમીએ 210 કરોડ, ટાટાએ 180 કરોડ અને બૈજુસે 125 કરોડની બોલી લગાવી હતી. જેમાં 250 કરોડની બોલી લગાવનાર ડ્રીમ 11ને આ વર્ષે ટાઈટલ સ્પોન્સર તરીકે જાહેર કરાયું છે.