ડેન્ટીસ્ટ્સને તાલીમ આપવા માટે શૈક્ષણિક ચેરિટીની સ્થાપના કરનાર 30 વર્ષીય બ્રિટિશ ભારતીય ડેન્ટીસ્ટ ડૉ. વિનય રાણીગાને કન્ઝર્વેટીવ પાર્ટી દ્વારા ઓક્સફોર્ડ વેસ્ટ અને એબિંગ્ડન મતવિસ્તાર માટે પસંદ કરાયા છે.

NHS સાથે કામ કરતા ડૉ. રાણીગાએ ભાર મૂક્યો હતો કે તેઓ રાજ્ય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી NHS માટેના તેમના કાર્યને ચાલુ રાખવાની આશા રાખે છે.

તેમણે ગયા અઠવાડિયે X પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે “જાહેર સેવા એ સન્માન અને ગંભીર જવાબદારી છે. હું મારા NHS દર્દીઓ માટે તેની ડિલિવરી કરું છું; હવે ઓક્સફોર્ડ વેસ્ટ અને એબિંગ્ડન માટે તે આપવાનો સમય આવી ગયો છે.”

ઑક્સફર્ડ યુનિવર્સિટીની બ્લાવાટનિક સ્કૂલ ઑફ ગવર્નમેન્ટમાંથી તેમણે બે વર્ષ પહેલાં તેનું માસ્ટર ઑફ પબ્લિક પોલિસી (MPP) મેળવ્યું હતું. તેઓ બાર્ટ્સ અને લંડન સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રીના સ્નાતક છે અને લંડનની નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં જુનિયર હેડ એન્ડ નેક સર્જન તરીકે તાલીમ લીધી છે. થોડાં વર્ષો પહેલાં તેઓ ભારતમાં ગેપ યર દરમિયાન રહ્યા હતા.

LEAVE A REPLY