-
ડૉ પરાગ પંડ્યા FRCGP
- યુકે સરકારના સહયોગથી
30,000 કરતા થોડાક ઓછા રજિસ્ટર્ડ દર્દીઓની સંભાળ રાખતી અમારી જી.પી. પ્રેક્ટિસમાં અમે માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓમાં મદદ મેળવતા દર્દીઓમાં અમે કોવિડ-19 રોગચાળા અને રાષ્ટ્રીય લોકડાઉનના કારણે નોંધપાત્ર વધારો જોઇ રહ્યા છીએ.
આ વિશ્વવ્યાપી રોગચાળા દરમિયાન ખાસ કરીને જો તમારે નવી પરિસ્થિતિમાં વ્યવસ્થિત થવું હોય તો અસ્વસ્થતા થાય કે તાણ લાગે એ સામાન્ય પ્રતિક્રિયા છે. એવી ઘણી બાબતો છે જે તમે અજમાવી શકો છો અને તે તમને અસ્વસ્થતાની લાગણીઓનો હલ લાવવામાં મદદ કરશે. મિત્રો અને પરિવારજનો સાથે સંપર્કમાં રહેવાથી પણ તેમાં મદદ મળશે. આ માટે હેલ્પલાઈન અને મિત્રની જેમ મદદ કરતી સેવાઓ પણ છે જે તમને ઘણો ટેકો આપી શકે છે. જો તમને કોઈની સાથે તમારી ચિંતા વિશે વાત કરવાની જરૂર હોય તો તમે કાઉન્સેલીંગ અથવા થેરાપી પણ અજમાવી શકો છો.
જો તમે સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છો તો એનએચએસની ટોકીંગ થેરાપી મદદ કરી શકે છે. જો તમે અસ્વસ્થતા અનુભવતા હો અથવા તાણ અનુભવતા હો તો સૌથી મહત્વપૂર્ણ સંદેશ તાત્કાલિક સહાય લેવાનો છે. તમારા જી.પી. તમને રીફર કરી શકે છે, અથવા તમે તમારી જાતે એન.એચ.એસ. ટોકિંગ થેરાપિઝને nhs.uk/talk (ફક્ત ઇંગ્લેન્ડમાં) દ્વારા રીફર કરી શકો છો.
‘બેટર હેલ્થ – એવરી માઇન્ડ મેટર્સ’ દ્વારા વધુ સારા સ્વાસ્થ્ય અને દરેક માનસિક બાબતો અંગે નિષ્ણાતોની સલાહ અને વ્યવહારૂ ટીપ્સ આપવામાં આવે છે (જુઓ બોક્ષ), જેને એનએચએસ દ્વારા સમર્થન આપવામાં આવે છે.
તમે કોઇ જાતની ફી ભર્યા વગર “માઇન્ડ પ્લાન” ક્વિઝમાં ભાગ લઇ શકો છો, જે તમને તમારા માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીની સંભાળ રાખવા માટેના સરળ પગલાઓ બતાવવાનો પર્સનલ એક્શન પ્લાન બનાવવામાં સહાય માટે થોડાક સરળ પ્રશ્નો ના જવાબ આપવાના હોય છે.
આવા રોગચાળા દરમિયાન તમે તમારા અને અન્ય લોકો, જેની તમે કાળજી લો છો તેમના સ્વાસ્થ્યની ચિંતા કરો તે સ્વાભાવિક છે. ચેરિટીઝ, મેન્ટલ હેલ્થ એસોસિએશનો અને વિવિધ એપ્લિકેશનો પણ આ અસ્વસ્થતામાં મદદ કરી શકે છે. દાખલા તરીકે: જો તમે કોરોનાવાયરસ વિશે ચિંતિત હો તો સપોર્ટ આપવા માટે ‘માઇન્ડ’ એક સખાવતી સંસ્થા છે.
કોરોનાવાયરસ એન્ક્ઝાઇટીનો કેવી રીતે સામનો કરવો તે જાણવું ખૂબ જ અગત્યનું છે. આ સમયે પરિવારના સભ્યો, સાથે કામ કરતા સહકર્મચારીઓ, મિત્રો અને પડોશીઓ સહિત તમારી આસપાસના અન્ય લોકોના અને તમારા પોતાના આરોગ્યની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી નજીકના કોઈ વ્યક્તિ માનસિક રીતે સંઘર્ષ કરી શકે છે તેમને ઓળખનાર તમે કદાચ પ્રથમ વ્યક્તિ હશો, તેથી આ પરિસ્થિતિઓને કેવી રીતે ઓળખવી તે સમજવું ખૂબ જ અગત્યનું છે.
‘એવરી માઇન્ડ મેટર્સ’ પાસે જ્યારે મુદ્દાઓ ઉભા થાય છે ત્યારે તેનો પ્રતિસાદ કેવી રીતે આપવો તે જાણીને અન્યને મદદ કરવા માટેની ટીપ્સ અને સલાહ આપવામાં આવતી હોય છે. તમારા જીવનમાં રહેલા બાળકો અને યુવાનોને ટેકો આપવા માટે અમે ઘણી બાબતો કરી શકીએ છીએ. તમે અથવા તમે જેમને જાણો છો તેમાંથી કોઈ પણ વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય સાથે સંઘર્ષ કરી રહ્યું હોય તેમને ઓળખવા એ પ્રથમ મહત્વપૂર્ણ પગલું છે. તેમ છતાં, આ મુદ્દાને પહોંચી વળવા માટે ઉપલબ્ધ સંસાધનો વિશે જાગૃત રહેવું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે ઘણાં બધા રીસોર્સીસ ઑનલાઇન ઉપલબ્ધ અને તેમાંથી કેટલાક નીચે મુજબ છે:
રીલેક્સેશન અને
માઇન્ડફુલનેસ
માઇન્ડફુલનેસ
એવરી માઇન્ડ મેટર્સમાં જણાવ્યા મુજબની સરળ શ્વાચ્છોશ્વાસ (બ્રીધીંગ)ની કસરત કરવાનો પ્રયાસ કરો. તમે સ્નાયુઓમાં રાહત મળે તે માટે પણ પ્રયાસ કરી શકો છો. કેટલીકવાર આપણે એટલા તણાવપૂર્ણ થઈ જઇએ છીએ કે રિલેક્સ થવાનો અનુભવ કેવો હોય છે તે પણ આપણને યાદ હોતું નથી. આ કસરત તમને તનાવ થવાની શરૂઆત ક્યારે થાય છે અને તેમાંથી કેવી રીતે આરામ મળે કરે છે તે ઓળખવાનું શીખવે છે.
બેટર હેલ્થ – એવરી માઇન્ડ મેટર્સ પાસે વધુ સારું સ્વાસ્થ્ય – દરેક માનસિક બાબતોમાં તમારા માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને ટેકો આપવા માટેની ઘણી ટીપ્સ અને ટેકનીક રહેલી છે, જેમાં સહાયક એપ્લિકેશંસ, પોડકાસ્ટ વગેરે શામેલ છે. તેઓ માઇન્ડફુલ શ્વાસ લેવાની કસરત, તમારી ચિંતાઓને દૂર કરવા માટેની ટીપ્સ, તમને મદદરૂપ ન હોય તેવા વિચારો કેવી રીતે ઠીક કરવા તેની વિશે સલાહ અને સ્નાયુઓને આરામ કરવા ટીપ્સ આપે છે.
અરજન્ટ હેલ્પલાઇન
જો તમારી પ્રથમ ભાષા અંગ્રેજી ન હોય તો, તમારી માહિતી ખાનગી રહે તે રીતે ટ્રાન્સલેટર્સની સહાયથી તાત્કાલિક હેલ્પલાઈન પર પણ મદદ મેળવી શકો છો.
ટૉકીંગ થેરાપી: જેમની પ્રથમ ભાષા અંગ્રેજી નથી, તેમના માટે ટૉકીંગ થેરાપી બહુભાષી ચિકિત્સકો દ્વારા અથવા ગુપ્ત ટ્રાન્સલેટર્સ દ્વારા આપી શકાય છે.
માનસિક સ્વાસ્થ્ય માટે તાત્કાલિક મદદ ક્યાં મળશે
જો તમને માનસિક આરોગ્યની તકલીફ, ઇમરજન્સી અથવા બ્રેકડાઉન માટે તાત્કાલીક સહાયની જરૂર હોય, તો તમારે તાત્કાલિક નિષ્ણાતની સલાહ લેવી જોઇએ. કોરોનાવાયરસને કારણે સેવાઓ અત્યારે વ્યસ્ત છે તેવું ભલે લાગે પણ આ માટે આપને હજૂ પણ મદદ ઉપલબ્ધ છે.
એનએચએસ અર્જન્ટ મેન્ટલ હેલ્થલાઈન 24-કલાક સલાહ અને સહાય આપે છે – તમારા માટે, તમારા બાળક માટે, તમારા માતાપિતાને અથવા તમે જે કોઇની કાળજી લો છો. Nhs.uk/urgentmentalhealth દ્વારા સ્થાનિક NHS તાત્કાલિક માનસિક આરોગ્ય હેલ્પલાઇનની મીહિતી શોધી શકો છો.
તમે ‘સમારીટન’ સંસ્થાને અથવા તો ફોન નંબર 116 123 ઉપર કૉલ કરો અથવા 24 કલાકની અંદર જવાબ મેળવવા માટે [email protected] પર ઇમેઇલ કરો. તમે ટેક્સ્ટ લાઇન 85258 પર ‘SHOUT’ સંદેશો ટેક્સ્ટ કરી શકો છો. જો તમે 19 વર્ષથી ઓછી વયના હો તો ‘YM’ ટેક્સ્ટ કરો. તમે ‘ચાઈલ્ડલાઈન’ સંસ્થા સાથે વાત કરવા માટે 0800 1111 ઉપર કૉલ કરી શકો છો. જે નંબર તમારા ફોન બિલ પર દેખાશે નહીં.
જો તમારી પાસે કોઈ તાત્કાલિક સમસ્યા છે અને તમને શું કરવું તે અંગે ખાતરી ન હોય તો NHS 111 પણ મદદ કરી શકે છે. 111.nhs.uk પર ઑનલાઇન જાવ કે પછી કૉલ કરો.
જો તમને લાગે કે કોઈના જીવનું જોખમ છે, તેઓ પોતાને ગંભીર ઇજા પહોંચાડી રહ્યા છે અથવા દવાનો ઓવરડોઝ લીધો છે અથવા તો તમને લાગે કે તમે, તમારી જાતને અથવા બીજા કોઈને સુરક્ષિત રાખી શકતા નથી તો તાત્કાલિક 999 ઉપર ફોન કરો. મેન્ટલ હેલ્થ ઇમરજન્સીને ગંભીરતાથી લેવી જોઈએ. તમે કોઈનો સમય બગાડશો નહીં.
જો તમે કોરોનાવાયરસ વિશે ચિંતિત હો તો આ રહી 6 રામબાણ ટીપ્સ
કોરોનાવાયરસ વૈશ્વિક રોગચાળાની અસર ઘણા લોકોના જીવન પર પડી રહી છે, જેના કારણે આપણને ચિંતા, તાણ, ચિંતા, ઉદાસી, કંટાળો, એકલતા અથવા નિરાશા થઈ શકે છે. આનાથી દરેક જણ જુદી પ્રતિક્રિયા આપે છે. જો તમને કોરોનાવાયરસ ફાટી નીકળવાની ચિંતા હોય તો આ ટીપ્સ તમારા માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવામાં મદદ કરી શકે છે.
- લોકો સાથે જોડાયેલા રહો. જો તમારા સ્થાનીક પ્રતિબંધો છૂટ આપતા હોય તો મિત્રો અને કુટુંબને મળો. રૂબરૂ મળી શકતા ન હો તો ફોન, વિડિઓ કૉલ્સ અથવા સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં રહો. જૂના મિત્રો સાથે ફરીથી કનેક્ટ થાવ.
- તમારી ચિંતાઓ વિશે વાત કરો. તમારી સમસ્યાઓ અન્ય લોકો સાથે શેર કરો. સમારીટન્સ જેવી હેલ્પલાઈન્સનો સંપર્ક કરો, જેઓ ફોન પર ગુપ્ત રીતે મદદ આપવા માટે ઉપલબ્ધ છે.
- અન્યને ટેકો આપો અને સહાય કરો: સમુદાય જૂથો સાથે જોડાઈને પણ તમે બીજા લોકોને મદદ કરી શકો છો.
- તમારા શરીરની સંભાળ રાખો: આપણા શારીરિક સ્વાસ્થ્યની આપણે કેવી અનુભૂતિ કરીએ છીએ તેના પર મોટી અસર પડે છે. તંદુરસ્ત, સંતુલિત ભોજન, પૂરતું પાણી પીવું અને નિયમિતપણે વ્યાયામ કરો. ધૂમ્રપાન અથવા ડ્રગથી દૂર રહો અને વધારે પડતો દારૂ પીવાથી દૂર રહો.
- 5. તથ્યોને વળગી રહો: અચોક્કસ સોશ્યલ મીડિયા પોસ્ટ્સ અને ચકાસ્યા ન હોય તેવા ન્યુઝ ફીડ્સમાંથી અવિશ્વસનીય માહિતીને ટાળવાનો પ્રયાસ કરો. એનએચએસ વેબસાઇટ વર્તમાન રોગચાળા વિષેની માહિતી અને અપડેટ્સનો વિશ્વસનીય સ્રોત છે.
- 6. તમારી ઉંઘનો ખ્યાલ રાખો: સારી ગુણવત્તાવાળી ઉંઘ આપણને માનસિક અને શારીરિક રીતે મદદ કરે છે. ઉંઘને નિયમિત રાખવાનો પ્રયત્ન કરો. ઉંઘતા પહેલા મોબાઇલ કે આઇપેડ જોવાનું ટાળો અને કેફીન લેવાનું ટાળો.