- ડૉ. ભરત પાણખણીયા
ભારતમાં આવોલું કોરોનાવાયરસ સંકટ અચાનક જ SARS-COV-2 વાયરસના મૂળ બાયોલોજીને વિશ્વના ધ્યાન પર લાવ્યું છે અને તે એવું જ કરે છે જે તે હંમેશા કરવા માટે સક્ષમ હતું.
2021માં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભારતમાં નોંધપાત્ર નીચા કેસની સંખ્યાને પગલે જે ખુશહાલ સ્થિતી હતી તે કેસની સંખ્યામાં અસાધારણ ઉછાળા સાથે બદલાઇ ગઇ છે. અગત્યનો પાઠ એ છે, મૂળભૂત બાયોલોજી અને ચેપનું વિજ્ઞાન ગણિતના મોડેલ દ્વારા અને બિઝનેસ તથા રાજકારણના દબાણ દ્વારા ઓવરરાઇડ કરી શકાતું નથી.
ભારતે માનવાનું શરૂ કર્યું હતું કે તેણે SARS-COV-2 વાયરસ ઉપર વિજય મેળવ્યો છે અને તેથી જરૂરી રક્ષણાત્મક પગલામાં ઘટાડો થયો હતો. સંભવિત વળતો હુમલો થઇ શકે છે તેને લક્ષમાં લીધા વગર આગળની યોજના ઘડ્યા વગર રાહત અનુભવી હતી. એક ખોટી, અવૈજ્ઞાનિક માન્યતા હતી કે ભારતીયો વિશેષ ઇમ્યુનિટી ધરાવે છે.
આખું મોડેલિંગ આપત્તિજનક રીતે ખોટું સાબિત થયું. જેમાં તેમણે લોકોના ગભરાટ, માનવીય વર્તણૂકો અને ક્લિનિકલ કેર, દવાઓ અને ઓક્સિજનની માંગમાં વધારાનો હિસાબ કર્યો ન હતો. અવિચારી પગલાના પરિણામે હેલ્થ કેર સુવિધાઓની ભયંકર અછત થઇ છે. સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણીઓએ લોકોને મોટા પ્રમાણમાં એકઠા કરવાની મંજૂરી આપતા ચેપના ફેલાવામાં વધારો થયો છે.
મારા મતે ભારત માટે દસ-મુદ્દાની યોજના આ પ્રમાણે છે:
- કેસોના વધારાને નિયંત્રિત કરવા વિસ્તૃત લોકડાઉન અને નિવારક વ્યૂહરચના.
- 2. ચેપ મેળવો નહીં અને બીજાને ચેપ લગાડો નહીં તે મંત્ર હોવો જોઈએ.
- ઘણી ફીલ્ડ હૉસ્પિટલોની સ્થાપના કરવી.
- ડોકટરો અને હેલ્થ કેર વકર્સે ફીલ્ડ હોસ્પિટલોમાં દર્દીઓની સંભાળ રાખવા માટે યોગ્ય લોકોને તાલીમ આપવી.
- ભોગ બનેલા લગભગ 5 ટકાને જ તબીબી મદદની જરૂર હોય છે. તેથી ટ્રાયેજ સીસ્ટમ હેલ્થ કેર સિસ્ટમ પરનું દબાણ ઘટાડશે.
- ખર્ચાળ અને બિનજરૂરી MRI સ્કેન અને બ્લડ ટેસ્ટની જરૂર નથી.
- સ્ટેરોઇડ્સ, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન, ઇવરમેક્ટીન અને રીમડેસિવીરનો વધુ ઉપયોગ બંધ કરવો.
- ડાયાબિટીસ અને અન્ય બિમારીને વધુ સારી રીતે નિયંત્રણમાં રાખો.
- ઉપલબ્ધ થાય ત્યારે જલદીથી રસી લઇ લો.
- ઘરેલું ઉપચાર અને આયુર્વેદીક દવાઓ વિષે મને ખાતરી નથી અને તેથી હું ઉપાય અથવા નિવારણ માટે તેના ઉપયોગની હિમાયત કરી શકતો નથી.
ભારતે 70 વર્ષથી ઉપરના લોકો માટે તેની હેલ્થ કેર સિસ્ટમમાં બહુ ઓછું રોકાણ કર્યું છે. તે મોટે ભાગે ખાનગી રીતે ચલાવવામાં આવે છે અને દર્દીઓની સારી સેવા કરતું નથી. વળી ઘણી દવાઓ, તપાસ ઉપરાંત તે લોકોના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય છે. જેનો ભોગ ગરીબ લોકો બને છે. નવી આધુનિક રાષ્ટ્રીય આરોગ્ય સેવા ભારતની તાત્કાલિક જરૂરિયાત છે. જેને પૂરતુ ભંડોળ અપાય, દર્દીઓના હિતોને ધ્યાનમાં રાખીને તે ચલાવવામાં આવે તો તે રાષ્ટ્રને માટે ખૂબ ફાયદાકારક રહેશે. આશા છે કે ભારતીયો આ માટે નેતાઓ સમક્ષ માંગ કરશે.
(ડૉ. ભરત પાણખણીયા, એક્સેટર યુનિવર્સિટી, મેડિકલ સ્કૂલના સિનિયર ક્લિનિકલ લેક્ચરર અને કમ્યુનિકેબલ ડીસીઝ કંટ્રોલના કન્સલ્ટન્ટ છે. તેઓ ઇમ્પીરીયલ યુનિવર્સિટી અને બ્રિસ્ટોલ યુનિવર્સિટીના માનદ સીનીયર લેક્ચરર છે)