કાર્ડિફ, વેલ્સના પ્રોફેસર હસમુખ શાહ, બીઈએમને 9મી મે 2024ના રોજ કાર્ડિફ ખાતે 1લી ઈન્ટરનેશનલ ગિરમિટ કોન્ફરન્સ/બેન્ક્વેટમાં ઈક્વિટી, ડાયવર્સિટી અને ઇન્ક્લુઝન માટે લાઈફ ટાઈમ સર્વિસીસ માટે એવોર્ડ એનાયત કરાયો હતો.

કોન્ફરન્સમાં ગિરમીટિયાઓની લગભગ 200 વર્ષની સફરની શોધ કરવામાં આવી હતી. તેનું આયોજન પ્રોફેસર કેશવ સિંઘલ CBE દ્વારા કરાયું હતું અને વેલ્સના ભૂતપૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર પ્રોફેસર માર્ક ડ્રેકફોર્ડ એમએસ, જેન હટ એમએસ, સેનેડના ચીફ વ્હીપ અને ટ્રેફનીડ, જુલી મોર્ગન એમએસ, યુકે, યુએસએ, ભારત જેવા વિવિધ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પ્રસ્તુત તસવીરમાં ડાબેથી જમણે જેરેમી માઈલ્સસ એમએસ, પ્રોફેસર હસમુખ શાહ બીઈએમ, પ્રોફેસર કેશવ સિંઘલ સીબીઈ નજરે પડે છે.

LEAVE A REPLY