ડો. ડિમ્પલ દેસાઈનું ઓર્લાન્ડોમાં એલિટ ડેન્ટીસ્ટ્રી એવોર્ડથી સન્માન કરાયું છે. ડિમ્પલ દેસાઈ DDS, અમેરિકન એકેડેમી ઓફ કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી (AACD)ના માન્યતાપ્રાપ્ત સભ્યનું પ્રમાણપત્ર (એક્રિડિટેડ મેમ્બર ક્રેડેન્શિયલ્સ) હાંસલ કર્યું છે. આ સિદ્ધિ સાથે ડો. દેસાઇ એકેડેમી દ્વારા માન્યતા પ્રાપ્ત સભ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યો હોય તેવા ડેન્ટલ પ્રોફેશનલ્સના એક ચુનંદા જૂથમાં સામેલ થયા છે.
ડૉ. દેસાઈનું AACDએ એપ્રિલ, 2022માં ઓર્લાન્ડો, ફ્લોરિડામાં તેના વાર્ષિક સાયન્ટિફિક સેશનમાં આ સિદ્ધિ માટે બહુમાન કર્યું હતું.
1986માં સ્થાપના થઈ ત્યારથી AACDની એક્રેડિટેશન પ્રોસેસે ડેન્ટિસ્ટ અને લેબોરેટરી ટેકનિશિયનોને કોસ્મેટિક અને રીસ્ટોરેટિવ ડેન્ટિસ્ટ્રીનાં સતત વિકસતા ક્ષેત્રમાં તેમની વ્યાવસાયિક કુશળતા અને જ્ઞાન વધારવાનો માર્ગ આપ્યો છે. એક્રિડિટેશન માટે નિરંતર શિક્ષણ અને દર્દીની જવાબદારીપૂર્વકની સંભાળ માટે સમર્પણની જરૂર પડે છે.
ડૉ. ડિમ્પલ દેસાઈ બુટિક ડેન્ટલ પ્રેક્ટિસ લ્યુમિનસ સ્માઈલ્સ ઓફ ન્યૂપોર્ટ બીચના સ્થાપક છે. આ બુટિક દર્દીઓના જીવનને તેમના સ્મિત દ્વારા નવજીવન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ડૉ. દેસાઈ છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિક સ્તરે ઓરેન્જ કાઉન્ટીના ટોચના ડેન્ટિસ્ટ તરીકે પ્રખ્યાત છે અને દેશમાં 40 વર્ષથી ઓછી વયના ટોચના 40 ડેન્ટિસ્ટમાં તેમની પસંદગી કરવામાં આવી છે.
ડૉ. દેસાઈએ યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાંથી ડેન્ટલ હાઈજીનમાં સ્નાતકની ડિગ્રી અને ડેન્ટલ સર્જરીની ડોક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને ત્યારબાદ ક્લિનિકલ ફ્લોર પર ડેન્ટલ વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા ક્લિનિકલ એડજન્ટ પ્રોફેસર તરીકે પોતે અભ્યાસ કર્યો હતો તે કોલેજ સાથે ફરી અધ્યાપક તરીકે જોડાયા હતા. ડૉ. દેસાઈ કોઈસ ઇન્સ્ટીટ્યૂટના સ્નાતક છે.