બ્રિટીશ-ભારતીય ફાઇનાન્સીયલ એક્સપર્ટ અને મોર્ગન સ્ટેનલીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. બિજ્ના કોટક દાસાણીએ ફાઇનાન્સ ક્ષેત્રે મહિલાઓ માટે ડાઇવર્સીટી ગેપને દૂર કરવાના પ્રયાસો આદર્યા છે. ગયા મહિને ડો. બિજ્નાને ક્વીન એલિઝાબેથ II દ્વારા એમ.બી.ઈ. વોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ડો બિજ્ના હવે તે પ્લેટફોર્મનો ઉપયોગ ભારતમાં અને ભારતીય ડાયસ્પોરામાં મહિલાઓને ટેકો આપવા માટે કરવા માંગે છે અને નાણાકીય સેવાઓના ક્ષેત્રે મહિલા કર્મચારીઓના ઉત્તેજનની હિમાયત કરે છે.
“ડાયવર્સીટી ગેપમાં સુધારો કરવા પુરુષો અને સ્ત્રીઓ બંને વચ્ચે એક નિશ્ચિત ભાગીદારી હોવી જરૂરી છે અને વહેંચાયેલ જવાબદારીની ચર્ચાને બોર્ડરૂમથી આગળ અને ઘરના વાતાવરણમાં વિસ્તૃત કરવાની જરૂર છે. મારું પ્રાથમિક ધ્યાન મહિલાઓને વરિષ્ઠ ભૂમિકામાં પ્રોત્સાહન આપવા પર છે અને હું શક્ય તેટલી યુવતીઓને તેમની કારકીર્દિના માર્ગમાં પ્રગતિ કરવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ” એમ ડો. બિજ્ના દાસાનીએ જણાવ્યું હતું.
તેઓ લેસ્ટરમાં ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી (ડીએમયુ) માંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી સાથે સ્નાતક થયા હતા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા હતા. પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી, દાસાણી કાર્યસ્થળમાં સમાન તકો માટે એક મજબૂત હિમાયતી બન્યા છે અને સમાવિષ્ટ કંપનીઓ નેટવર્ક, જનરેશન સક્સેસ, સીઆઈઓ નેટ, ફિનટેક કનેક્ટ અને કેજીગો સહિતના અસંખ્ય બોર્ડ્સ પર સેવા આપે છે.
મોર્ગન સ્ટેનલીમાં જોડાતા પહેલા, ડો. દાસાણીએ નાણાકીય સેવા ક્ષેત્રની વિશ્વની કેટલીક સૌથી મોટી કંપનીઓ જેવી કે લોઇડ્સ બેન્કિંગ ગ્રુપ, ડોઇચર બેન્ક અને ક્રેડિટ સુઇસમાં કામ કર્યું હતું. તેમણે ન્યૂયોર્ક અને લંડન તેમજ એશિયામાં વોલ સ્ટ્રીટ વચ્ચે ઘણા વર્ષો વિતાવ્યા છે.