લેસ્ટરમાં કામ કરતા ડૉ. ભાવિન દોશી કથિત રીતે એક મહિલા દર્દીના ગુપ્ત ભાગની બિનજરૂરી તપાસ કરવાના આરોપ બદલ ટ્રિબ્યુનલનો સામનો કરી રહ્યા છે. એવો આક્ષેપ કરાયો છે કે ડો. દોશી આ તપાસની નોંધ કરવામાં નિષ્ફળ ગયા હતા અને તેમનું વર્તન જાતીય પ્રેરિત અને અપ્રમાણિક હતું.
એવો દાવો કરાય છે કે આઉટ-ઑફ-અવર્સ કન્સલ્ટેશન કરી રહેલા ડૉ. ભાવેશ દોશીએ તા. 20 જૂન, 2019ના રોજ મહિલા પેશન્ટ Aની સંમતિથી તેના યોનિમાર્ગની તપાસ કરી કહ્યું હતું કે ‘’મને જોઈને એવું કશું લાગતું નથી કે તેણીની સંતાન થવાની ક્ષમતામાં કોઈ સમસ્યા છે.’’
મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસ (MPTS) એ જણાવ્યું છે કે ‘’મહિલાને પ્રજનનક્ષમતા સંબંધિત કોઈ સમસ્યા હતી કે નહીં તે જાણવા માટે આ તપાસ પૂરતી નહોતી અને તે જાણવા માટે બીજી તપાસ પણ જરૂરી છે. એવો આક્ષેપ કરાયો છે કે ડૉ. દોશી મહિલાની પ્રજનન ક્ષમતાની વધુ તપાસ માટે પેશન્ટ Aને તેમના જીપી પાસે મોકલવામાં નિષ્ફળ ગયા હતા. ડૉ. દોશી જાણતા હતા કે માત્ર યોનિમાર્ગની તપાસ કરવાથી સંભવિત પ્રજનન સમસ્યાઓને નક્કી કરી શકતી નથી તેમ છતાં તેમણે આવી તપાસ કરી હતી.
કેસની સુનાવણી 1 જુલાઈ સુધી ચાલુ રહેનાર છે.