મેડિકલ કોન્ફરન્સમાં ટોચની મહિલા ગાયનેકોલોજીસ્ટની છેડતી કરનાર ગાયનેકોલોજીસ્ટ ડૉ. ખાલિદ ખાનને 12 માસ માટે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડો. ખાને સતત અને ઇરાદાપૂર્વક છ વખત મહિલા સાથીદારની છેડતી કરતા એક બ્લોગ પર મી-ટૂ મુવમેન્ટ અંતર્ગત પોતાની કેફિયત રજૂ કરી હતી.
ડો.ખાલિદ ખાન લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના પ્રોફેસર છે અને બર્ટ્સ અને લંડન સ્કૂલ ઑફ મેડિસિનના માનદ સલાહકાર પણ છે. તેમણે હોટલના બારમાં ટોચની મહિલા ગાયનેકોલોજીસ્ટ ડો. જેન ગંટરના ગુપ્ત ભાગોને સ્પર્શ કર્યો હતો. મહિલા ડોક્ટરે ડીસીપ્લીનરી ટ્રિબ્યુનલને જણાવ્યુ હતુ કે તેણીએ ડોક્ટર ખાનને ધક્કો મારી દૂર કર્યા હોવા છતાય ડો. ખાને સતત તેની છેડતી ચાલુ રાખી હતી.
એક વખતના બ્રિટિશ જર્નલ ઓફ ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજીના ચીફ એડિટર, ડૉ. ખાને એક જુનિયર રીસર્ચરના “નાઇસ બમ” છે તેવી અને અન્ય મહિલા કોલીગને તેના સેક્સ જીવન વિશે “અશ્લીલ” પ્રશ્નો પૂછી ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો.
પીડિત મહિલા ગાયનેક અને ડૉ. ખાન આંતરરાષ્ટ્રીય પેલ્વિક પેઈન સોસાયટી કૉન્ફરન્સમાં ભાગ લેવા અમેરિકા ગયા હતા ત્યારે શિકાગોની પાલ્મર હાઉસ હોટલમાં રોકાણ દરમિયાન 2014માં આ ઘટના બની હતી. આ ઘટનાના 3 વર્ષ બાદ મહિલા ડોક્ટરે બ્લોગ પર પોતાની કેફિયત રજૂ કરી હતી.
ડૉ. ખાને આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા, પણ ટ્રિબ્યુનલે તેને દોષીત ઠેરવ્યો હતો.