3દહેજના ખપ્પરમાં હોમાતી નિર્દોષ સ્ત્રીઓ માટે સુપ્રીમકોર્ટ એક મહત્ત્વનો ચૂકાદો સંભળાવ્યો છે. દહેજને લઇને સુપ્રીમકોર્ટ સ્પષ્ટ કર્યુ છે કે સાસરીપક્ષ તરફથી પૈસા કે કોઈ ચીજવસ્તુની માગણી દહેજ ગણાશે. કોર્ટે કહ્યું છે કે ઘરના બાંધકામ માટે પૈસાની માંગણી પણ દહેજ અને અપરાધની શ્રેણીમાં આવે છે.
ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે કહ્યું, દહેજ શબ્દને વ્યાપક અર્થમાં વર્ણવવો જોઇએ જેથી સ્ત્રી પાસેથી કોઈપણ માંગ કરવાને દહેજ ગણાશે પછી ભલે તે મિલકતના સંબંધમાં હોય કે કોઈ પણ પ્રકારની કિંમતી વસ્તુ.
સુપ્રીમકોર્ટે મંગળવારે દહેજ હત્યા કેસમાં એક વ્યક્તિ અને તેના પિતાને દોષિત ઠરાવી અને સજાને પુનઃસ્થાપિત કરતા કહ્યું કે, સાસરિયાના ઘરમાંથી ઘરનું બાંધકામ કરવવા માટે પૈસા અથવા કોઈપણ પ્રકારની માંગ કરવી એ ગુનો છે. ભારતીય દંડ સંહિતાની કલમ 304B હેઠળ સજા ફટકારવી જોઇએ.
મુખ્ય ન્યાયાધીશ એનવી રમના, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે કહ્યું કે, દહેજની માંગની સામાજિક દુષ્ટતાનો સામનો કરવા માટે આઈ.પી.સી. કલમ 304-બીની જોગવાઈ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે.
સમાજ ગમે તેટલો સુધરી ગયાનો દાવો ભલે કરે પણ દહેજના કેસ સતત વધી રહ્યા છે તેમા કોઇ કમી આવતી જ નથી. મહિલાઓ પર આજે પણ દહેજના કારણે ત્રાસ આપવામાં આવે છે. દહેજ અધિનિયમની જોગવાઈમાં જે ‘દહેજ’ શબ્દને વ્યાખ્યાયિત કરે છે અને તેની મર્યાદામાં કોઈપણ મિલકત અથવા મૂલ્યના લેખનો સમાવેશ કરે છે.
સમાજ ગમે તેટલો સુધરી ગયાનો દાવો ભલે કરે પણ દહેજના કેસ સતત વધી રહ્યા છે તેમા કોઇ કમી આવતી જ નથી. મહિલાઓ પર આજે પણ દહેજના કારણે ત્રાસ આપવામાં આવે છે. દહેજ અધિનિયમની જોગવાઈમાં જે ‘દહેજ’ શબ્દને વ્યાખ્યાયિત કરે છે અને તેની મર્યાદામાં કોઈપણ મિલકત અથવા મૂલ્યના લેખનો સમાવેશ કરે છે.
અમારા મતે, હાઈકોર્ટે ચુકાદામાં ભૂલ કરી હતી કે મકાન બાંધવા માટે માંગવામાં આવેલા પૈસાને દહેજની માંગ તરીકે ગણવામાં આવવી જોઈએ નહીં. સર્વોચ્ચ અદાલત મધ્યપ્રદેશ સરકાર દ્વારા હાઇકોર્ટના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી, જેમાં એક મહિલાના પતિ અને સસરા વિરૂદ્ધ સાસરીયામાં આત્મહત્યા કરવા બદલ IPCની કલમ 304-B અને કલમ 306 હેઠળ દોષિત ઠેરવવામાં આવેલી સજાને રદ કરી હતી.
આ કેસમાં આરોપી મૃતક મહિલા પાસેથી ઘર બનાવવા માટે પૈસા માંગતા હતા, જે તેના પરિવારના સભ્યો આપી શકતા ન હતા. સમાજમાં અવરોધક કાયદા તરીકે કામ કરવા અને દહેજની માંગના જઘન્ય અપરાધને રોકવા માટે અદાલતોના અભિગમમાં બદલાવ લાવવો પડશે. મહિલા પર વારંવાર ત્રાસ કરતા અંતે આ કેસમાં મહિલાએ આત્મહત્યા કરી હતી.