ડોવરના કન્ઝર્વેટિવ સાંસદ નેટેલી એલ્ફિકે ટોરી નેતાઓ “અયોગ્યતા અને વિભાજન માટે એક શબ્દ બની ગયા છે” એવો આક્ષેપ કરી વિપક્ષી લેબર રેન્કમાં જોડાવા માટે પક્ષપલટો કર્યો હતો.

પાર્લામેન્ટમાં વડાપ્રધાનના પ્રશ્નો (PMQs)ની થોડીક ક્ષણો પહેલાં વડા પ્રધાન ઋષિ સુનકને તા. 8ના રોજ નેટેલીના અપમાનજનક પક્ષપલટાનો ભોગ બનવું પડ્યું હતું અને નેટેલીએ સુનક પર “ભાંગી પડેલા વચનો” અને મુખ્ય વચનો છોડી દેવાનો આરોપ મૂક્યો હતો. બે અઠવાડિયામાં ટોરીઝમાંથી લેબર તરફનો આ બીજો પક્ષપલટો છે.

LEAVE A REPLY