કોરોના વાયરસના આતંક સામે ઝઝૂમી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક સૈન્ય સહયોગીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ખુલાસા બાદ દુનિયાના સૌથી આધુનિક સુરક્ષા વચ્ચે રહેનારા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કોરોનાનો રિપોર્ટ કરાવ્યો છે, જે નેગેટિવ આવ્યો છે. આ દરમિયાન પોતાના સૈન્ય સહાયકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવત ટ્રમ્પે કહ્યું કે હવે તેઓ દરરોજ કોરોનાનો રિપોર્ટ કરાવશે.
ટ્રમ્પે વ્હાઈટ હાઉસના ઓવલ કાર્યાલયમાં પત્રકારોને કહ્યું કે, કોરોના પોઝિટિવ આવેલા આ સહયોગી સાથે મારો બહું ભાગ્યે જ સંપર્ક થતો હતો. પરંતુ હું તેને સારી રીતે ઓળખું છું. તે એક સારો વ્યક્તિ છે. દેશના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસનો પણ તેમની સાથે ઓછો સંપર્ક હતો. તેમ છતા મારો અને માઈક પેંસનો રિપોર્ટ કરવામાં આવ્યો છે.
અમારા બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.ટ્રમ્પે જણાવ્યું કે જે સૈન્ય સહાયકને કોરોના પોઝિટિવ આવ્યો છે તેમની સાથે મારો બહું ઓછો સંપર્ક થતો હતો. તેમ છતા પણ હવેથી દરરોજ મારો, ઉપરાષ્ટ્રપતિ અને વ્હાઈટ હાઉસના અન્ય કર્મચારીઓનો કોરોનાની તપાસ કરવામાં આવશે. મેં કાલે પણ તપાસ કરાવી હતી અને આજે પણ કરાવી છે, મારા બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.