પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે હું બીજી વખત પ્રમુખ બનીશ તેના એક જ મહિનામાં ઈરાન અમેરિકા સાથે પરમાણુ કરાર કરી લેશે. ટ્રમ્પે ઈઝરાયેલ-યુએઈ વચ્ચે થયેલા ઐતિહાસિક કરારનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જે રીતે આ બે દેશો વચ્ચે શાંતિ સ્થપાઈ છે એ જ રીતે અન્ય દેશો વચ્ચે પણ તે સુલેહ કરાવશે. ખાસ તો પેલેસ્ટાઈનનો વિવાદ પણ ઉકેલાશે. ઈરાન બાબતે ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના પ્રમુખ મારી સાથે વાત કરવાના સંકેત આપ્યા છે. હું તેમની સાથે મંત્રણા માટે તૈયાર છું. મારી બીજી ટર્મના એક જ મહિનામાં અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતી થઈ જશે.