અમેરિકામાં વર્ષના અંતે યોજાનારી પ્રેસિડેન્ટ પ્રમુખપદની ચૂંટણી પુર્વે જ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક સૌથી મોટી રાજકીય જીતમાં તેમની સામેનો ઈમ્પીચમેન્ટ પ્રસ્તાવ સંસદના ગૃહ સનેટે ફગાવી દીધા છે તથા તેમની સામેના સતાના દૂરઉપયોગ અને દેશી સંસદને તેનું કામ કરવામાં વિધ્ન ઉભા કરવાના બન્ને આરોપો નકાર્યા હતા.
અમેરિકી સંસદમાં લગભગ બે સપ્તાહ સુધી આ કાર્યવાહી ચાલી હતી. જેમાં પ્રમુખ ટ્રમ્પના રીપબ્લીકન પક્ષની બહુમતીવાળા ગૃહ સેનેટમાં મતદાન થયું હતું. ટ્રમ્પ સામે સતાના દૂરઉપયોગનો આરોપ 52 વિ. 48 અને દેશની સંસદની કાર્યવાહીમાં વિધ્ન ઉભુ કરવાનો આરોપ 53-47 મતે ફગાવી દેવાયો હતો.
સેનેટમાં રીપબ્લીકન પાર્ટી પાસે 57 અને ડેમોક્રેટીક પક્ષ પાસે 47 બેઠકો છે તેની આ પ્રસ્તાવ મંજુર- નામંજુર કરવાની સતા ફકત દેશની સંસદના ગૃહ સેનેટ જ છે ત્યાં રીપબ્લીકન પક્ષની બહુમતી હોવાથી પ્રસ્તાવ નકારાશે તે નિશ્ચિત હતું. જો કે રીપબ્લીકન પાર્ટીમાંજ ટ્રમ્પના પ્રખર વિરોધી સેનેયર મીટ રામનીએ પ્રથમ પ્રસ્તાવમાં ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કર્યુ હતું પણ બીજા મતદાનમાં પાર્ટી લાઈનમાં જ રહ્યા હતા.
જેમાં 2012માં પ્રેસીડેન્ટ ચૂંટણીમાં પરાજીત થયા હતા. હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ જેમાં ડેમોક્રેટીક બહુમતી છે ત્યાં આ પ્રસ્તાવ મંજુર થયો હતો પણ સેનેટમાં ટ્રમ્પ સામે પ્રસ્તાવ પસાર કરવા માટે અમેરિકી બંધારણના નિયમ મુજબ બે તૃતીયાંશથી વધુ એટલે કે 67 મતો જરૂરી હોય છે પણ સેનેટમાં રીપબ્લીકન બહુમતી ન હતી તેથી પ્રસ્તાવ પરાજીત થવાનો જ હતો. હવે 2020ની પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પ ફરી એક વખત તમામ તાકાતથી રીપબ્લીકન પાર્ટીને ઉમેદવાર બનશે અને તેમના વિજેતા થવાના ચાન્સ પણ વધુ છે.
ટ્રમ્પ પર 2020ની ચૂંટણીમાં તેમના સંભવિત હરીફ જો બિડનને બદનામ કરવાનો આરોપ છે. તેઓએ આ માટે યુક્રેઈનના પ્રમુખને ફોન કરીને તેઓને એવું જાહેર કરવા જણાવ્યું હતું કે બિડેનના પુત્રએ યુક્રેઈનમાં ગેસ- કોન્ટ્રાકટમાં તેના પિતાની રાજકીય વગ (બિડેન તે સમયે અમેરિકાના ઉપપ્રમુખ હતા) નો ઉપયોગ કરવા પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે ધમકી આપી હતી કે જો યુક્રેઈન એવું નહીં કરે તો અમેરિકા જે આર્થિક મદદ યુક્રેઈનને આપે છે તે અટકાવી દેશે.