
અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતાના ભારત પ્રવાસના બીજા અને અંતિમ દિવસે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે દિલ્હીમાં છે. આ અગાઉ તેઓએ પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશનરની સાથે આગરાની મુલાકાત કરી હતી. આજે દિલ્હીમાં તેઓ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. ફર્સ્ટ લેડી મેલેનિયા સાથે ડોનાલ્ડ ટ્રમ્પે રાજઘાટમાં એક વૃક્ષ રોપ્યું. રાજઘાટ પર ટ્રમ્પે વિઝિટર બૂકમાં સંદેશો લખ્યો. જ્યાં તેમને મહાત્મા ગાંધીની એક તસવીર ભેટ કરવામાં આવી. રાષ્ટ્રપતિ ભવનમાં આજે અમેરિકન રાષ્ટ્રપતિનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પચક્ર ચઢાવીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.


