ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ડોમિનિક રાબે આગામી ચૂંટણીમાં સરેના ઇશર અને વોલ્ટનના સાંસદ તરીકે ઊભા નહિં રહેવાની જાહેરાત કરી છે. ડેપ્યુટી પીએમ તરીકે રાજીનામું આપનાર રાબ સામે બુલીઇંગની ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમણે અધિકારીઓને ધમકાવ્યા હતા.
પત્ની અને 10 અને 8 વર્ષના ને બે પુત્રો ધરાવતા રાબ 2010માં સાંસદ બન્યા હતા અને ઘણી વખત મંત્રીઓ તરીકે સેવા આપી હતી. 2018માં તત્કાલિન વડા પ્રધાન થેરેસા મેએ તેમને બ્રેક્ઝિટ સેક્રેટરી તરીકે તો બોરિસ જૉન્સને તેમને ફોરેન સેક્રેટરી અને ફર્સ્ટ સેક્રેટરી ઓફ ધ સ્ટેટ તરીકે પસંદ કર્યા હતા.
ઋષિ સુનકના નજીકના સાથી શ્રી રાબને કન્ઝર્વેટિવ લીડરશિપ રેસમાં ટેકો આપવા બદલ સુનકે જસ્ટીસ સેક્રેટરી અને નાયબ વડા પ્રધાન બનાવ્યા હતા. સાજિદ જાવિદ અને જ્યોર્જ યુસ્ટીસ સહિતના ભૂતપૂર્વ મંત્રીઓએ પણ હાઉસ ઓફ કોમન્સ છોડવાનો ઈરાદો જાહેર કર્યો છે.