ડોમિનિક રાબને ઘૂંટણીયે પડવાનું ‘પરાજયના પ્રતીક’ જેવું લાગે છે

0
631

બ્લેક લાઇવ્સ મેટર આંદોલનને સમર્થન આપતા લોકો ઘૂંટણીયે પડે (Kneeling on one knee) છે તે ગેમ ઑફ થ્રોન્સ દ્વારા પ્રેરિત “પરવશ અને પરાધીનતાનું પ્રતીક” હોવાનો દાવો કરીને ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે તેની આલોચના કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે તેઓ બે વ્યક્તિ સામે જ ઘુટણીયે પડી શકે છે એક મહારાણી અને બીજે તેમના પત્ની, જેને તેમણે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ.

શેડો જસ્ટિસ સેક્રેટરી, ડેવિડ લેમ્મીએ જણાવ્યું હતું કે આ ટિપ્પણીઓ માત્ર “બ્લેક લાઇવ્સ મેટર ચળવળનું અપમાન જ નહીં પણ તે ડોમિનિક રાબ માટે ખૂબ જ શરમજનક છે. તેઓ યુનાઇટેડ કિંગડમના વિદેશ સચિવ હોવાનું માનવામાં આવે છે.”

ગયા મહિને યુએસમાં જ્યોર્જ ફ્લોઇડના મરણ પછી ઘુટણીયે પડવુ એ એન્ટી રેસીઝન પ્રોટેસ્ટ સાથે એકતા દર્શાવવાનો એક માર્ગ બની ગયો છે. જેની શરૂઆત અમેરિકન ફૂટબોલ ખેલાડી કોલિન કેપર્નિકે કરી હતી.