સાઉથ ઇન્ડિયન ફિલ્મોના અભિનેતાઓ હવે બોલીવૂડની ફિલ્મોમાં લોકપ્રિય બની રહ્યા છે. યશ, પ્રભાસ, અલ્લુ અર્જુન, જુનિયર એનટીઆર જેવા સાઉથના અગ્રણી કલાકારો હિન્દી ફિલ્મોના દર્શકોમાં આકર્ષણ જમાવી રહ્યા છે. બીજી તરફ બોલીવૂડના અભિનેતાઓ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવવામાં ખાસ સફળ રહ્યા નથી, પરંતુ બોલીવૂડની કેટલીક અભિનેત્રીઓનો સાઉથમાં દબદબો વધી રહ્યો છે. સાઉથમાં સૌથી વધુ ડીમાન્ડ ધરાવતી અભિનેત્રીઓમાં જાન્હવી કપૂર અને કિયારા અડવાણી છે, જ્યારે દીપિકા પાદુકોણ પાસે ફિલ્મના પ્રોજેક્ટ્સ વધારે છે. હાથ પરની ફિલ્મોની યાદીના જોતાં ત્રણ મોખરાની અભિનેત્રીઓમાં જાન્હવી કપૂર, દીપિકા પદુકોણ અને કિયારા અડવાણીનો સમાવેશ થાય છે.
ગત વર્ષે બોલીવૂડમાં શાહરૂખ ખાન, સની દેઓલ અને રણબીર કપૂરની બોલબાલા જોવા મળી હતી. વર્ષની શરૂઆતથી અક્ષયકુમાર, અજય દેવગણ અને કાર્તિક આર્યન અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આવનારા સમયમાં દીપિકા પાદુકોણ, જાન્હવી કપૂર અને કિયારા અડવાણીની બિગ બજેટ ફિલ્મો આવી રહી છે, જે તેમની કારકિર્દી ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ મહત્ત્વની સાબિત થશે.
દીપિકા પદુકોણની ‘ફાઈટર’ તાજેતરમાં રિલીઝ થઈ હતી. આગામી સમયમાં ‘સિંઘમ અગેઈન’ અને ‘કલ્કિ 2898 એડી’ રિલીઝ થવાની છે. આગામી બે વર્ષમાં જાન્હવી કપૂરની 8 ફિલ્મો લાઈન અપ થયેલી છે. ‘દેવરા’, ‘મિસ્ટર એન્ડ મિસીસ માહી’, રામચરણની RC 16, ‘ઉલઝ’, સિદ્ધાર્થ કપૂર સાથે ફિલ્મ, સૂર્યા સાથે ‘કર્ણ’ અને ‘સની સંસ્કારી કી તુલસી કુમાર’ જેવી અલગ-અલગ જોનરની ફિલ્મોમાં જાન્હવી જોવા મળશે. જાન્હવી પાસે બોલીવૂડ કરતાં સાઉથની ફિલ્મો વધારે છે. જ્યારે કિયારા પાસે પાંચ મોટા પ્રોજેક્ટસ છે.
રિતિક રોશન અને જુનિયર એનટીઆર સાથેની ‘વોર 2’ ફિલ્મનું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે, જેમાં આ મહિનાથી કિયારા જોડાવાની છે. ફિલ્મમાં રિતિક અને જુનિયર એનટીઆર વચ્ચે ખરાખરીનો જંગ છે, પરંતુ કિયારાની ભૂમિકા અંગે માહિતી બહાર આવી નથી. રામચરણ તેજાની બિગ બજેટ ‘ગેમ ચેન્જર’માં પણ કિયારા છે. ફિલ્મનું પહેલું ગીત તાજેતરમાં રિલીઝ થયું છે. ‘ગેમ ચેન્જર’માં કિયારા આઈએએસ ઓફિસર બની છે. ફિલ્મમાં રામચરણના ડબલ રોલ છે. પુત્રવાળા રોલમાં રામચરણ અને કિયારાની જોડી જોવા મળશે. ફરહાન અખ્તરની ‘ડોન 3’માં રણવીર સિંહ સાથે કિયારા જોવા મળશે. આ ફિલ્મ માટે કિયારાને તેની કારકિર્દીની સૌથી વધુ ફી મળી છે. કિયારાએ ‘ડોન 3’ માટે ફી પે