પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતના પરિવારોની ચોખ્ખી નાણાકીય બચત ઘટીને FY23માં રૂ.14.2 લાખ કરોડના પાંચ વર્ષના તળિયે પહોંચી હતી, જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ.17.1 લાખ કરોડ હતી. ટૂંકા ગાળાના ધિરાણમાં તીવ્ર વૃદ્ધિને કારણે ઘણા વધુ લીવરેજ્ડ વપરાશ અને ખર્ચને કારણે ઘટાડો થયો હોવાની શક્યતા છે.

2020-21માં ચોખ્ખી ઘરેલુ બચત રૂ.23.29 લાખ કરોડની ટોચે પહોંચી હતી. આ પછી નાણાકીય બચતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતીયોને પરંપરાગત રીતે બચતમાં માનનારી પ્રજા ગણવામાં આવે છે. જોકે હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. 2020-21 અને 2022-23 વચ્ચે ભારતમાં ફાઇનાન્શિયલ સેવિંગ્સમાં લગભગ 9 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.

2017-18માં 13.1 લાખ કરોડની બચત હતી અને તાજેતરમાં તે નીચી સપાટી હતી.આ નવા ટ્રેન્ડ અંગે રેટિંગ એજન્સી ક્રિસિલના ચીફ ઈકોનોમિસ્ટ ડી. કે જોશી જણાવે છે કે આ ડેટા સાબિત કરે છે કે ભારતમાં નેટ ફાઈનાન્શિયલ સેવિંગ્સ ઘટી છે ત્યારે ફિજિકલ સેવિંગ્સમાં વધારો થયો છે. આનો અર્થ એવો થાય છે કે લોકો મકાન જેવી ફિજિકલ એસેટ ખરીદવા માટે લોન લઈ રહ્યા છે, દેવું કરી રહ્યા છે. તેનાથી તેમની ફિજિકલ બચતમાં વધારો થયો છે.

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોનો ડેટા જોવામાં આવે તો ભારતમાં નાણાકીય એસેટમાં બચત કરવાના બદલે લોકો ફિજિકલ એસેટમાં બચત કરી રહ્યા છે. કોવિડ 19ના સમયગાળામાં ફિજિકલ સેવિંગ્સ ઘટી હતી અને નાણાકીય સેવિંગ્સમાં વધારો થયો હતો.

ભારતમાં લોકોની જે ઘરગથ્થુ બચત હોય છે તે કુલ સેવિંગ્સનો 60 ટકા કરતા વધારે હિસ્સો ધરાવે છે. આ બચતને નાણાકીય બચત અને ફિજિકલ બચત એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે. કુલ બચતમાંથી કુલ દેવાની બાદબાકી કરવામાં આવે ત્યારે નેટ નાણાકીય બચતનો આંકડો મળે છે.

 

LEAVE A REPLY