હેલ્થકેર છેતરપીંડી કેસમાં પકડાયેલા ભારતીય મૂળના આંખોના ડોકટર સામે ફરીથી સરકારની સાથે છેતરપીંડી કર્યાનો કેસ નોંધાયો હતો. આ વખતે એણે કોવિડ-19ના ભોગ બનેલા નાના વેપારીઓને મદદ કરવાના બહાને બનાવટી કાગળો કરી સરકારી ગેરન્ટીની 630000 ડોલરની લોન લીધી હતી.
જો કે હાલમાં એ જામીન પર છુટયો છે. ન્યુયોર્કના રી વિસ્તારના 57 વર્ષના અમીત ગોયલ સામે નેવમ્બર 2019માં હેલૃથકેર ફ્રોડ, વાયર ફ્રોડ અને હેલૃથકેર સબંધીત ખોટા નિવેદનો બદલ નો કેસ નોંધાયો હતો. ન્યુયોર્કના દક્ષિણી જિલ્લાના કાર્યકારી એટર્ની ઓડ્રી સ્ટ્રોસે બુધવારે ગોયલ સામે અગાઉનો કેસ હોવાના કારણે પોતે પાત્ર ન હોવા છતાં કોવિડ-19 સબંધીત સરકારી ગેરન્ટી વાળી લોન લેવાનો કેસ કર્યો હતો.
ગોયલ સામે 26 જૂને આરોપનામું મૂકવામાં આવશે. એપ્રિલ 2020માંયુએસ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા નાણાકીય સહાય મેળવતા પેચેક પ્રોટેકશન પ્રોગ્રામ મેળવવા માટે ગોયલે પોતાની સામે કોઇ કેસ નથી એવી બે ખોટી અલગ અલગ અરજીઓ કરી હતી.આ પ્રોગ્રામ હેઠળ પાત્રતા ધારવતા વ્યક્તિને તેના વેપારના માસિક પેરોલ ખર્ચના આધારે એક લોન મળે છે.
ગોયલે લોન લેવા માટે એકજ વેપાર હોવા છતાં બે અલગ અલગ વેપાર, ઇ-મેલ, બિઝનેસ આઇેન્ટીટીફિકેશન નંબર અને લોનની રકમ દર્શાવી બે અરજીઓ કરી હતી. ‘દર્દીઓ અને વીમા કંપનીઓ સાથે લાખો ડોલરની છેતરપીંડી કરવાના કેસનો સામનો કરી રહેલા ગોયલે પોતાની પ્રેકટિસના આધારે કોવિડ-19ના નામે ફરીથી એક નવો ફ્રોડ કર્યો હતો’એમ સ્ટ્રોસે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ગોયલે લોન લેતી વખતે અનેક વખતે જુઠ બોલ્યો હતો.એણે એમ કહ્યું હતું કે મારી સામે કોઇ કેસ થયો નહતો. ઉપરાંત બે અલગ અલગ વેપારના વતી પીપીપી હેઠળ મર્યાદિત સંપત્તિને ડબલ ગણાવી લોન લીધી હતી. આમ કરીને ગોયલે નાના વેપારીઓ જેઓ ખરેખર નાણાકીય મુશ્કેલીમાં હતા તેમના માટેની ફેડરલ ફંડના 630000 ડોલરની છેતરપીંડી કરી હતી.