Momentum in Foreign Trade in Rupees
પ્રતિકાત્મક તસવીર

ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં વધારો અને ઊંચા ફુગાવાને પગલે ભારતના ચલણ રૂપિયો બુધવાર 29 જૂને અમેરિકાના ડોલર સામે સૌ પ્રથમ વખત 79ની મહત્ત્વની સપાટીથી નીચે ગબડ્યો હતો. ડોલર સામે રૂપિયો 18 પૈસા તૂટીને 79.03ની ઐતિહાસિક નીચી સપાટીએ સ્પર્શ્યો હતો. વિદેશી ફંડ્સની સતત વેચવાલીને કારણે છેલ્લાં છ દિવસમાં રૂપિયાના મૂલ્યમાં સતત ધોવાણ થઈ રહ્યું છે. મંગળવારના સેશનમાં રૂપિયામાં 48 પૈસાનો જંગી ઘટાડો થયો હતો.ડોલર સામે છેલ્લાં છ દિવસથી રૂપિયો સતત નવી નીચી સપાટીએ બંધ આવી રહ્યો છે.રૂપિયાને સપોર્ટ કરવા માટે ભારતીય રિઝર્વ બેન્ક ફોરેક્સ માર્કેટમાં સતત દરમિયાનગીરી કરી રહી છે.