Croydon Council
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સાઉથ લંડનના ટૂટીંગમાં આવેલા £1 મિલિયનના મકાનની બાજુમાં આવેલી ત્રણ પડોશીઓના બગીચાની જમીન હડપ કરવા માટે કરેલા કોર્ટ કેસમાં હાર થતાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચ ડોકટર ડૉ. વીણા પાએસને £200,000 કાનૂની બિલનો સામનો કરવો પડશે. જજે ચુકાદો આપ્યો હતો કે તેણીએ પડોશીઓની જમીન પચાવી પાડવાનું આયોજન કર્યું હતું.

વિવાદના એક તબક્કે, ડૉ. વીણા પેસ પર ગાર્ડન ટ્રેલિસ તોડી પાડવાનો આરોપ મૂકાયો હતો. સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટના જજે સાંભળ્યું હતું કે પાએસને પડોશીઓ સાથે 84 ફૂટ બાય 20 ફૂટ જમીનની પટ્ટી બાબતે વિવાદ ચાલતો હતો. પાએસ દંપત્તીએ 2015માં દાવો કર્યો હતો કે વિક્ટોરિયન દસ્તાવેજો સાબિત કરે છે કે જમીન હકીકતમાં તેમની મિલકતનો ભાગ છે.

કોર્ટની લડાઈમાં વિજેતા પક્ષના પડોશીઓ થોમસ અને ફ્લોરેન્સ બેન્ટન, રોબર્ટ ગિલ્ડર અને અલ્થિયા ડી’લિમા અને મોહમ્મદ શફી હતા. તેઓ અને તેમના પહેલાના ઘરમાલીકો દ્વારા જમીનનો ઉપયોગ બગીચાની જગ્યા તરીકે કરાતો હતો.

કોર્ટે આદેશ આપ્યો હતો કે દંપતીએ તેમના પડોશીઓને વકીલોના બિલો ચૂકવવા અંદાજિત £165,000 આપવા પડશે જેમાં કુલ £100,000 પહેલા ચૂકવવાના રહેશે. તેમના પોતાના કોર્ટ બીલ સાથે એકંદરે કુલ અંદાજિત રકમ £200,000થી વધુ છે.

ડો. વિણા કેમ્બ્રિજ ખાતે જાહેર આરોગ્ય સંશોધનમાં નિષ્ણાત છે અને તેમના પતિ મેલાનીયસ, એક ફાઇનાન્સર છે.

LEAVE A REPLY