બોલિવુડના દિવંગત એક્ટર દિલીપ કુમારની સંપૂર્ણ રાજકીય સન્માન સાથે મુંબઇ કબ્રસ્તાનમાં સાંજે પાંચ વાગ્યે દફન વિધી કરવામાં આવી હતી. તેમના પાર્થિવદેહને રાષ્ટ્રધ્વજમાં લપેટવામાં આવ્યો હતો અને 21 બંદુકની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પાર્થિવ દેહને એમ્બુલન્સથી સાંતાક્રૂઝ કબરસ્તાન લઈ જવામાં આવ્યો હતો અને અંતિમ સફરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
દિલીપ કુમારને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા તે સાંતાક્રૂઝ કબરસ્તાનમાં મોહમ્મદ રફી, મધુબાલા, મઝરુહ સુલ્તાનપુરી સહિત અનેક જાણીતી મુસ્લિમ સેલિબ્રિટીઝને દફન કરવામાં આવી છે.
અગાઉ મુંબઇના પાલી હિલ સ્થિત ઘરમાં શ્રદ્ધાંજલિ આપવા માટે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, એનપીસી નેતા શરદ પવાર, બોલિવૂડ સેલિબ્રેટી શાહરુખ ખાન, વિદ્યા બાલન, સિદ્ધાર્થ રોય કપૂર, ધર્મેન્દ્ર સહિતના સેલેબ્સ આવ્યા હતા. 85 વર્ષીય ધર્મેન્દ્રે જણાવ્યું હતું, ‘તે મારા ભગવાન હતા. હું જ્યારે પણ તેમના ઘરને જોતો તો એવું લાગતું કે હું હજ પર આવ્યો છું.