જોકોવિચે ગ્રીસના ટેનિસ પ્લેયર સ્ટેફનોસને મેલબર્ન ફાઈનલમાં હરાવી ઓસ્ટ્રેલિયન ઓપન પોતાના નામે કરી લીધું છે. જોકોવિચે મેચની શરૂઆત જોશમાં કરી બીજા સેટમાં જ જીત નોધાવી હતી. તેણે સ્ટેફ્નોસને 6-3, 7-6(7-4), 7-6(7-5)થી હરાવી મેલબર્નમાં ભવ્ય જીત નોંધાવી હતી.જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતી સ્પેનના રાફેલ નડાલની બરાબરે પહોંચી ગયો છે.
35 વર્ષના આ સર્બિયન ખેલાડી જોકોવિચે તેનું 22મું ગ્રાંડસ્લેમ ટાઇટલ અને 10મુ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું છે. આ ટાઈટલ જીતતાની સાથે જોકોવિચ સ્પેનિશ ટેનિસ પ્લેયર રાફેલ નડાલની બરાબરે પહોંચી ગયો છે. રાફેલે પણ 10 વખત ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. જોકોવિચ વર્ષ 2018થી અત્યાર સુધી એક પણ વખત ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં હાર્યો નથી. તેણે અત્યાર સુધી મેલબર્નમાં 28 મેચ રમી છે.