કેન્દ્ર સરકારે દિવાળી પહેલા કેન્દ્રિય કર્મચારીઓને ગિફ્ટ આપી છે. સરકારે બુધવારે તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં ચાર ટકાનો વધારો કર્યો છે. સરકારે સાતમા પગાર પંચને ભલામણને આધારે ડીએમાં આ વધારો કર્યો છે.
આ નવા વધારા સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ 38 ટકા થયું છે. અગાઉ મોંઘવારી ભથ્થામાં માર્ચમાં વધારો કર્યો હતો અને તે પહેલી જાન્યુઆરી 2022થી અમલી બન્યું છે. માર્ચમાં ડીએમાં 3 ટકાનો વધારો થયો હતો. ફુગાવામાં વધારાની સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. પેન્શનર્સને પણ મોંઘવારી ભથ્થામાં આ વધારાનો લાભ મળશે. સરકારે મોંઘવારી ભથ્થું વધારતાં દેશના 50 લાખ કર્મચારી અને 65 લાખ પેન્શનધારકોને લાભ થશે.