સુરતની કંપનીએ દિવાળી ગિફ્ટ તરીકે કર્મચારીઓને ઈલેક્ટ્રિક સ્કૂટર આપ્યા છે. કંપનીએ કર્મચારીઓને 35 ઈલેક્ટ્રિક સ્કૂટર્સ ભેટમાં આપ્યા છે. સુરત શહેરની આ કંપનીના ડાયરેક્ટર સુભાષ ડાવરેએ જણાવ્યું કે છેલ્લાં કેટલાંક દિવસોમાં પેટ્રોલના ભાવ વધ્યા હતા. ત્યારે અમે એવો નિર્ણય લીધો કે એવા કર્મચારીઓ કે જેઓ પેટ્રોલથી ચાલનારું વાહન ચલાવી રહ્યા છે તેઓને દિવાળીના તહેવાર નિમિત્તે ઈલેક્ટ્રિક સ્કૂટર ગિફ્ટમાં આપીએ
તેમણે વધુમાં જણાવ્યું કે પેટ્રોલના ભાવ છેલ્લાં કેટલાક દિવસોમાં વધ્યા છે. જેની અસર કંપનીની આર્થિક સદ્ધરતા પર પણ થાય છે. ત્યારે અમે નિર્ણય લીધો હતો કે કર્મચારીઓ કે જેઓ પેટ્રોલથી ચાલનારી બાઇક ચલાવી રહ્યા છે તેમને ઈલેક્ટ્રિક સ્કૂટર ગિફ્ટમાં આપીએ. પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે હંમેશાંથી સભાન રહ્યા છીએ. કુદરતના ખોળામાં રહેવું પસંદ છે અને પર્યાવરણ સંરક્ષણ માટે દરેક સંભવ પગલા ઉઠાવીશું. આ કાર્યક્રમમાં સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે તમામ કર્મચારીઓને ઇલેક્ટ્રીક સ્કૂટર ભેટમાં આપવામાં આવ્યા હતા.