કોવિડ-19 લોકડાઉન દરમિયાન છૂટાછેડા અને વિલ-રાઇટીંગની માંગ વધી છે અને તેને કારણે કો-ઓપના નફાને વેગ મળ્યો છે. છૂટાછેડાની પૂછપરછમાં રોગચાળા દરમિયાન 300% અને વિલ-રાઇટીંગની માંગમાં 69%નો વધારો થયો છે.
કો-ઓપના ચિફ ફાયનાન્સીયલ ઓફિસર શિરીન ખૌરી-હકે જણાવ્યું હતું કે “કોવિડ-19 બાદ લોકો તેમના મૃત્યુદરને અને સંબંધોને વધુ ગંભીરતાથી લે છે. ગ્રાહકોને રૂબરૂ મળવાનું શક્ય ન હતું ત્યારે રોગચાળા દરમિયાન અમે કાનૂની સેવાઓ ઑનલાઇન કરી હતી અને તે એક લોકપ્રિય ચાલ સાબિત થઈ હતી.’’
ગ્રાહકો વધુ જટિલ એસ્ટેટ પ્લાનિંગ કરતાં સીધા સાદા વિલમાં ઇચ્છા ધરાવતા હતા. છૂટાછેડાની સલાહ માટેની માંગમાં વધારા અંગે ખૌરી-હકે કહ્યું હતું કે “જો તમે, તમારા જીવનસાથીને એટલા પસંદ ન કરતા હો અને તેમનાથી બચવા માટે તમે ઘરની બહાર નીકળી શકતા હો તો વાંધો નથી આવતો પણ તે તમે લોકડાઉનમાં કરી શકતા ન હતા.”
કાયદાકીય કામગીરી, અંતિમસંસ્કાર અને કરિયાણાની ખરીદી માટેની સ્થાનિક માંગને કારણે કો-ઓપની આવકમાં 7.6% લેખે £5.8 બિલીયનનો વધારો થયો હતો. જ્યારે નફો 35% વધીને £27 મિલિયન વધ્યો હતો.