Representative Image – UK Parliament/Jessica Taylor/Handout via REUTERS

આગામી ચૂંટણીમાં વંશીય લઘુમતીના પ્રતિનિધિત્વમાં ઓછામાં ઓછા 20 સાસંદોના વધારા સાથે આગામી સંસદમાં 30 જેટલા વધુ વંશીય લઘુમતી સાંસદો ચૂંટાઇ આવનાર છે. આ સંસદ યુકેની સૌથી વૈવિધ્યસભર હશે એવું ડાઇવર્સીટી થિંકટેન્ક ‘બ્રિટિશ ફ્યુચર’ દ્વારા કરાયેલા નવા વિશ્લેષણમાં બહાર આવ્યું છે. વંશીય લઘુમતી સાંસદોની વિક્રમી સંખ્યામાં થનારો વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો રહેશે.

નંબર ક્રન્ચર પોલિટિક્સના મેટ સિંઘનો વસ્તી ગણતરીના ડેટાના વિશ્લેષણનો અંદાજ છે કે ‘’લગભગ 14% સાંસદો વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી આવશે. લેબર પક્ષે પસંદ કરેલા કુલ 125 ઉમેદવાર એટલે કે દર પાંચમાંથી એક ઉમેદવાર (19.8%) વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીએ 86 વંશીય (13.7%) તથા લિબ ડેમે 66 (10.5%) વંશીય લઘુમતી ઉમેદવારોને પસંદ કર્યા છે. SNPએ 5.2; ગ્રીન પાર્ટીએ 8.9% અને રિફોર્મે 5.2% લઘુમતી ઉમેદવારોને પસંદ કર્યા છે. વેલ્સમાં પ્લેઇડ કીમરુ અને નોર્ધર્ન આયર્લૅન્ડમાં UUP એ વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી એક ઉમેદવાર પસંદ કર્યા છે.

બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કાટવાલાએ કહ્યું હતું કે “આ ચૂંટણી વંશીય લઘુમતી પ્રતિનિધિત્વમાં સૌથી મોટો વધારો જોશે અને અત્યાર સુધીની સૌથી વધુ વૈવિધ્યસભર સંસદ હશે. 40 વર્ષના ગાળામાં આપણે 7માંથી 1 વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના સાંસદો સુધી પહોંચ્યા છે.’’

જો લેબર એકંદર બહુમતીથી જીતશે તો કોમન્સમાં પ્રથમ વખત ચૂંટાયેલી મહિલાઓની વિક્રમી સંખ્યા 252ની હશે, જે 2019માં 220 હતી.

વિશ્લેષણનું નેતૃત્વ કરનાર બ્રિટિશ ફ્યુચર એસોસિયેટ ફેલો જિલ રુટરે જણાવ્યું હતું કે: “એક વૈવિધ્યસભર સંસદ તેના કામમાં વિવિધ દ્રષ્ટિકોણ લાવે છે, જે વધુ અસરકારક નીતિ ઘડતર તરફ દોરી શકે છે. વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવતા સાંસદો તેમના સમુદાયો માટે રોલ મોડેલ બની શકે છે, યુવાનોને મતદાન કરવા અને રાજકારણમાં સામેલ થવા માટે પ્રેરણા આપી શકે છે.”

2024ની સામાન્ય ચૂંટણી એક ‘મોટા પરિવર્તન’ની ચૂંટણી બનવાની છે. મોટી સંખ્યામાં નિવૃત્તિઓને કારણે હાઉસ ઓફ કોમન્સમાં ઓછામાં ઓછા 158 નવા સાંસદો બેસશે તેવી ખાતરી છે. જો લેબર પાર્ટી 100 ની બહુમતીથી જીતે છે તો તે સંખ્યા વધીને 288ની થઈ શકે છે.’’

2019ની ચૂંટણીમાં 66 વંશીય લઘુમતી સાંસદો ચૂંટાયા હતા અને પ્રથમ વખત 10% સાંસદો વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી હતા. 37 વંશીય લઘુમતી મહિલાઓ ચૂંટાઇ હતી.

બ્રિટિશ ફ્યુચરના અંદાજ મુજબ વિવિધ ચૂંટણીલક્ષી સીનારિયો નીચે મુજબ છે:

જનરલ ઇલેક્શન 2024નો સીનારીયો કોન્ઝર્વેટીવ સાસંદો લેબર સાસંદો લિબ ડેમ સાસંદો SNP સાસંદો કુલ BME સાંસદો
           
સીનારીયો 1: ટોરી બહુમતી 29 55 2 2 88 – કોમન્સના 13.5%
સીનારીયો 2: ડ્રો 21 63 3 2 89 – કોમન્સના 13.6%
સીનારીયો 3: 1 સીટથી લેબરની બહુમતી 20 66 3 0 89 – કોમન્સના 13.6%
સીનારીયો 4: 50 સીટની લેબર બહુમતી 19 67 3 0 89 – કોમન્સના 13.6%
સીનારીયો 5: 100 સીટની લેબર બહુમતી 18 72 4 0 94 –  કોમન્સના 14.5%
સીનારીયો 6: લેબરની લેન્ડસ્લાઇડ બહુમતી 11 83 6 0 100 –  કોમન્સના 15.4%

 

2024ની ચૂંટણીમાં 4,515 ઉમેદવારો

આ વખતની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ્સ, લેબર, લિબરલ ડેમોક્રેટ્સ અને ગ્રીન્સ માટે પસંદ કરાયેલ ઉમેદવારો રેકોર્ડ સંખ્યામાં જોવા મળશે.

2024માં લગભગ 4,515 લોકો ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે. આ વખતે લેબરના 631,

ટોરીના 630, લિબરલ ડેમોક્રેટ્સના 630, ગ્રીન્સના 618, રિફોર્મના 609, SNPના 57, પ્લેઇડ કીમરુના 32 અને DUP, Sinn Fein, SDLP, UUP અને નોર્ધર્ન આયર્લેન્ડની એલાયન્સ પાર્ટીના 82 ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહ્યા છે.

2024ના પક્ષ મુજબ વંશીય ઉમેદવારોની સંખ્યા

 

પક્ષ સંખ્યા BME ઉમેદવારોની ટકાવારી
     
ટોરી 86 13.7%
લેબર 125 19.8%
લિબ ડેમ 66 10.5%
ગ્રીન્સ 55 8.9%
રિફોર્મ 32 5.2%
SNP 3 5.2%
પ્લેઇડ કીમરુ 1 1.2%
UUP 1 1.2%

 

 

 

 

 

LEAVE A REPLY