નવા “ડાઇવર્સીટી બિલ્ટ બ્રિટન” કોઇનનું તાજેતરમાં અનાવરણ કરાયુ હતું. 50 પેન્સના મુલ્યમના આ સિક્કા આવતા અઠવાડિયે બજારમાં અવશે. યુકેના અગ્રણી કોઇન ડિઝાઇનર્સમાંના એક ડોમિનિક ઇવાન્સ દ્વારા સિક્કાની ડિઝાઇન કરાઇ છે જે તેણીના વિવિધતાના પોતાના અનુભવને પ્રતિબિંબિત કરે છે.
લઘુમતી સમુદાયોએ યુનાઇટેડ કિંગ્ડમના વહેંચાયેલા ઇતિહાસમાં આપેલા યોગદાનની સરાહના કરતા આ સિક્કા પર એક જિઓડોમ છે, જે જોડાણ અને શક્તિના સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. ડોમિનિક ઇવાન્સે અગાઉ વી.ઇ. ડે, સેફાયર કૉરોનેશન અને જેન ઑસ્ટીન બાબતે સિક્કાઓને ડીઝાઇન કર્યા છે. શ્રીમતી ઇવાન્સ પોતે મિક્સ-રેસ વુમન તરીકેનો અનુભવ ધરાવે છે.
નવી 50 પેન્સનો સિક્કો રોયલ મિન્ટ અને ચાન્સેલરના ઇરાદાને સંકેત આપે છે કે ભવિષ્યમાં સિક્કાઓ અને ચલણી નોટ્સ પર લોકોની વિશાળ શ્રેણી શામેલ કરવામાં આવશે. ચાન્સેલર ઋષિ સુનકે સિક્કાના લોકાર્પણ નિમિત્તે ગુરૂવારે ડિઝાઇનર ડોમનીક ઇવાન્સ, બ્લોન્ડેલ ક્લફ સીબીઇ (વેસ્ટ ઇન્ડિયા કમિટીના સીઇઓ), પ્રચારકો ઝેહરા ઝૈદી, પ્રોફેસર પેટ્રિક વર્નોન અને મિન્ટના ડેપ્યુટી માસ્ટર એન જેસોપ સાથે એક રાઉન્ડટેબલનું આયોજન કર્યું હતું.
સુનકે જણાવ્યું હતું કે “મેં બ્રિટનના ઇતિહાસમાં વંશીય લઘુમતી સમુદાયો દ્વારા આપેલા યોગદાનને પ્રથમ નજરે જોયું છે. તેથી જ મેં “વી ટુ બિલ્ટ બ્રિટન” અભિયાનને સમર્થન આપી વિનંતી કરી હતી કે રોયલ મિન્ટ આ સિક્કો તેને ઉજવવા માટે રજૂ કરે. આ સિક્કો, અને બાકીની શ્રેણી, બ્રિટન પર વંશીય લઘુમતી સમુદાયો દ્વારા કરવામાં આવેલી ખૂબ જ ગહન અસર માટે યોગ્ય શ્રદ્ધાંજલિ તરીકે કામ કરશે.
વડા પ્રધાન, બોરીસ જ્હોન્સને જણાવ્યું હતું કે “રોયલ મિન્ટના નવા 50 પેન્સ સિક્કાના ડિઝાઇનર ડોમિનિક ઇવાન્સને અભિનંદન. જેમના આ સિક્કાઓની શ્રેણીના પ્રથમ સિક્કાનું અનાવરણ થયું છે અને તે આપણા રાષ્ટ્રીય ઇતિહાસ અને સંસ્કૃતિને આકાર આપવામાં જેમણે મદદ કરી છે તેમની સરાહના કરશે. આ નવો સિક્કો, બધા માટે સુસ્પષ્ટ સમાજ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પડઘો પાડે છે”.
રોયલ મિન્ટના સિક્કાના ડિઝાઇનર, ડોમિનિક ઇવાન્સે કહ્યું હતું કે “આ સિક્કોની પૃષ્ઠભૂમિમાં નેટવર્કને બનાવતી એકબીજા સાથે જોડતી લાઇનો અને ત્રિકોણની શ્રેણીનો એક જિઓડોમ છે. દરેક ભાગ સમાન છે, અને તે જોડાણ અને શક્તિના સમુદાયનું પ્રતીક છે. શબ્દો ‘ડિવાઈસર્ટી બિલ્ટ બ્રિટન’ આપણી વચ્ચેના તફાવતો અને જે જોડાણ આપણને એકતા આપે છે તેના વિશે વાત કરે છે.