ડેલોઇટ યુકેના ચીફ એક્ઝિક્યુટિવ, રિચાર્ડ હ્યુસ્ટને જણાવ્યું છે કે “બ્લેક લાઇવ્સ મેટર મૂવમેન્ટની ઉર્જાએ બિઝનેસીસમાં વંશીય વિવિધતાની આવશ્યકતાની અનુભૂતિને તાજી કરી છે. વધુ શ્યામ, એશિયન અને વંશીય લઘુમતી સ્ટાફને વરિષ્ઠ હોદ્દા પર લાવવા માટે નવી સીબીઆઈ સમર્થિત અભિયાનના પ્રથમ સહી કરનારાઓમાં અવિવા, માઇક્રોસોફ્ટ યુકે, ડેલોઇટ યુકે અને લિંક્લેટર મુખ્ય છે.
સીબીઆઈના અધ્યક્ષ લોર્ડ બીલીમોરીયાએ કહ્યું હતું કે “બિઝનેસ લીડરશીપમાં વંશીય અને વંશીય ભાગીદારી પર એક ઝુંબેશ કરવાનો સમય આવી ગયો છે. આ અંગેની પ્રગતિ પીડાદાયક રીતે ધીમી રહી છે. જાતિગત અને વંશીય વિવિધતા માટે આપણે શું કરવા માંગીએ છીએ જે જાતિ સમાનતા માટે 30% ક્લબે સફળતાપૂર્વક કર્યું છે.”
‘ચેન્જ ધ રેસ રેશિયો’ અભિયાનના સમર્થકોએ BAME લોકો માટે તેમના મુખ્ય બોર્ડ અને તેમની કારોબારી સમિતિઓમાં વરણી કરવાનું લક્ષ્યાંક નક્કી કરવાનું વચન આપ્યું છે. એફટીએસઇ 100ની લિસ્ટેડ કંપનીઓ પાસે 2021ના અંત સુધીમાં ઓછામાં ઓછા એક BAME ડિરેક્ટર હશે અને 2024 સુધીમાં એફટીએસઇ 250ની સભ્ય કંપનીમાં BAME ડિરેક્ટર હશે.
સહીઓ કરનારાઓ તેમની નિર્ણય લેતી સમિતિઓમાં BAME સભ્યો માટે લક્ષ્યાંક નક્કી કરશે અને તેને 12 મહિનાની અંદર પ્રકાશિત કરશે. તેઓ 2022 સુધીમાં સરેરાશ પગાર અને BAME પગાર વચ્ચેનો તફાવત પણ જાહેર કરશે.
ફેબ્રુઆરીમાં પ્રકાશિત થયેલ પાર્કર રિવ્યુના અપડેટમાં 37 જેટલી એફટીએસઇના 100ની કંપનીઓમાં એક પણ નામ એવું નહતું જેમાં BAME ડાયરેક્ટર્સ હોય. તે પછી અવિવાને શામેલ કરવામાં આવી હતી પરંતુ હજી BAME ડિરેક્ટર નથી. પરંતુ એક પ્રવક્તાએ કહ્યું કે તેઓ તેના નિવારણની યોજના બનાવી રહ્યા છે.