(ANI Photo)
યુવા અભિનેત્રી દિશા પટણી પોતાના અભિનય કરતાં ખાસ તો પોતાની સુંદરતા અને શારીરિક ફિસનેસ માટે જાણીતી છે. લોકો તેના સ્લીમ ફીગરના ચાહક છે. દિશા પટણી ફિલ્મોમાં ભલે ઓછી જોવા મળતી હોય પરંતુ બ્રાન્ડિંગ દ્વારા કરોડોની કમાણી કરે છે. તેણે એડવર્ટાઇઝિંગ જગતમાં એક યોગ્ય મોડેલ તરીકે ખૂબ જ સારી છાપ ઊભી કરી છે. હજુ થોડા સમય પહેલાં જ દિશા પટણીનું નામ અભિનેતા ટાઈગર શ્રોફ સાથે જોડવામાં આવતું હતું. ઈન્ડસ્ટ્રીમાં બંનેના રિલેશનશિપ વ્યાપક ચર્ચા પણ હતી, પણ પછી સમાચાર મળ્યા કે, તેમનો સંબંધ તૂટી ગયો છે અને દિશા અત્યારે કોઈ મિસ્ટ્રી-મેન સાથે જોડાઈ ચુકી છે.
દિશાએ બોલીવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત સ્વ. સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ ‘એમએસ ધોની ઃ ધ અનટોલ્ડ સ્ટોરી’થી કરી હતી. જોકે, તેની ફિલ્મમાં તેનો બહુ મોટો રોલ નહોતો, પણ લોકોને તેની ક્યૂટનેસ ઘણી પસંદ હતી. આ પછી દિશા પટણી કેટલીય ફિલ્મોમાં નજરે પડી. એક્ટિંગ ઉપરાંત પોતાના ડાન્સને કારણે પણ તેના ચાહકો વધારે છે.
મીડિયા સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિશા પટણીની કુલ સંપત્તિ ૧૧ મિલિયન ડોલર જેટલી છે. દિશાએ ખૂબ ઓછા સમયમાં આટલી જંગી કમાણી કરી છે. ફિલ્મોમાં એક્ટિંગ, મોડેલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી દિશા પટણીની જબરદસ્ત કમાણી થાય છે. એવું કહેવાય છે કે દિશા એક ફિલ્મમાં કામ કરવાના રૂ. છ કરોડ વસૂલે છે.
તે મહિનામાં એક કરોડથી વધુ રૂપિયાની કમાણી કરે છે. તેથી તેની વાર્ષિક કમાણી રૂ. ૧૨ કરોડ રૂપિયાની આસપાસ છે. વર્ષ ૨૦૧૫માં કેડબરીની એડવર્ટાઇઝથી તે ચર્ચામાં આવી હતી. મૂળ ઉત્તર પ્રદેશના બરેલીની રહેવાસી દિશાએ લખનઉની એમિટી યુનિવર્સિટીમાંથી બી.ટેકની ડિગ્રી મેળવી છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી બોલીવૂડમાં કારકિર્દી બનાવવા તે મુંબઈ ગઈ હતી અને ત્યાં તેની પાસે 2016થી એક આલિશાન ઘર છે, તેની કિંમત અંદાજે રૂ. પાંચ કરોડ હોવાનું માનવામાં આવે છે.તેની પાસે મિની કૂપર, મર્સિડિઝ બેન્ઝ અને ઓડી જેવી મોંઘેરી કાર હોવાનું કહેવાય છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments