નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ નશીલા પદાર્થની પૂછપરછ માટે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપુરને બુધવારે સમન્સ મોકલ્યું હતું. NCBએ આ અભિનેત્રીઓ સહિત સાત વ્યક્તિને સમન્સ મોકલ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે દીપિકા પદૂકોણને પૂછપરછ માટે શુક્રવારે બોલાવામાં આવી છે, જ્યારે રકુલ પ્રીત સિંહને ગુરુવારે બોલાવવામાં આવી છે. સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની શનિવારે પૂછપરછ થશે. ફેશનલ ડિઝાઇનર સિમોન ખંભાતા પણ પૂછપરછ માટે ગુરુવારે હાજર થશે.
દીપિકા પદૂકોણની બિઝનેસ મેનેજર કરિશ્મા પ્રકાશની શુક્રવારે પૂછપરછ કરવામાં આવશે. સુશાંત સિંહ રાજપૂતની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તીના મોબાઇલ ફોનમાંથી મળેલા વોટ્સએપ મેસેજને આધારે NCBએ એક કેસ નોંધીને આ તપાસ ચાલુ કરી છે.
મીડિયા અહેવાલ અનુસાર આ ફિલ્મ હસ્તીઓ વિરુદ્ધ ડ્રગ્ઝના કથિત પુરાવા મળ્યા છે. જેના સંબંધમાં પુછપરછ કરવામાં આવશે. NCB તરફથી હાલ સાત લોકોને સમન્સ મોકલવામાં આવ્યું છે
