આ વર્ષના ટાઇમ 100 ઇમ્પેક્ટ એવોર્ડની યાદીમાં દીપિકા પદુકોણને ઘણી જાણીતી વ્યક્તિઓ સાથે સ્થાન મળ્યું છે. જેમાં વૈજ્ઞાનિકોથી લઇને સીઇઓ, આર્ટિસ્ટ, એક્ટિવિસ્ટ પોપ સ્ટાર્સ, રાજકારણીઓ વગેરે સામેલ છે. આ લીડર્સે સતત પ્રયાસો દ્વારા પોતાના ક્ષેત્ર અને દુનિયાના ભવિષ્ય માટે અસાધારણ કાર્યો કર્યા છે.
રસપ્રદ વાત તો એ છે કે, વર્ષ 2018માં સુપરસ્ટાર ટાઇમની દુનિયાના સૌથી વધુ 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં દીપિકા પદુકોણનું નામ સામેલ હતું. દીપિકા ટાઇમ મેગેઝિન દ્વારા બે વખત સમ્માનિત થનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે.સહુ કોઇ જાણે છે કે, દીપિકા પદુકોણ ડિપ્રેશનનો ભોગ બની હતી. તેણે પોતાના આ અંગત અનુભવ દ્વારા વર્ષ 2015માં લિવ લવ લાફ નામના ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. જે મેન્ટલ હેલ્થ વિશે જાગૃતિ ફેલાવાનું કાર્ય કરે છે.