રૂા.50 કરોડ અને એથી વધુનું ટર્નઓવર ધરાવતી દુકાનો, વેપારી પેઢીઓ અથવા કંપનીઓએ લેસ-કેશ અર્થતંત્ર તરફ વળવા સહકારના લક્ષના ભાગરૂપે ગ્રાહકોને ડિજીટલ પેમેન્ટની સુવિધા આપવી પડશે.
1 ફેબ્રુઆરી, 2020થી જે તે નકકી કરેલા ડીજીટલ સ્વરૂપે પમેન્ટ સ્વીકારવામાં નિષ્ફળ રહેશે તો તેમને દરરોજનો રૂા.5000નો દંડ કરવામાં આવશે.
આ મુદે સ્પષ્ટતા કરતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસીસ (સીબીડીટી) એ જણાવ્યું હતું કે નકકી કરેલા ઈલેકટ્રોનીક સ્વરૂપે પેમેન્ટ સ્વીકારવાની સુવિધા ઉભી કરી કાર્યરત કરવા વેપારીઓ-કંપનીઓને પુરતો સમય આપવાના ઈરાદે આ નિર્ણય લેવાયો છે.
સકર્યુલરમાં સીબીડીટીએ જણાવ્યું હતું કે ફાઈનાન્સ એકટની કલમ 201 ડીબી હેઠળ નિર્દિષ્ટ વ્યક્તિ 31 જાન્યુઆરી, 2020 પહેલાં આવી સુવિધા ઉભી કરી કાર્યરત કરશે તો પેનલ્ટી વસુલવામાં નહીં આવે. પરંતુ જો એ એમ કરવામાં નિષ્ફળ રહેશે તો તેને 1 ફેબ્રુઆરી, 2020ની દરરોજનો 5000નો દંડ કરવામાં આવશે.
30 ડિસેમ્બરે જારી કરાયેલા સકર્યુલરમાં જણાવાયું છે કે ડિજીટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા અને લેસ કેશ અર્થતંત્ર તરફ આગળ વધવા આવકવેરા કાયદામાં નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે અને એ મુજબ રૂા.50 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા બિઝનેસે પ્રિસ્ક્રાઈબ્ડ ઈલેકટ્રોનિક માધ્યમો દ્વારા પેમેન્ટ સ્વીકારવા ફરજીયાત સુવિધા આપવી પડશે.
કોઈપણ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) વગર રુપે અને યુપીઆઈ પેમેન્ટના પ્રિસ્ક્રાઈબ્ડ માધ્યમોમાં સામેલ છે. વેપારીએ બેંકને ડિજીટલ ટ્રાન્ઝેકશનના ટકા તરીકે ચૂકવાતા ચાર્જને એમડીઆર કહેવામાં આવે છે. આવો ખર્ચ મોટાભાગે ગ્રાહકો પર ખસેડાતો હોય ચે.
જુલાઈમાં બજેટ સીટ વખતે નાણા પ્રધાન નિર્મલા સીતારામને યુપીઆઈ, યુપીઆઈ, કયુઆર કોડ, આધાર પે, કેટલાક ડેબીટ કાર્ડ સહિતના માધ્યમોને લો-કોસ્ટ પેમેન્ટ માંડ ગણાવ્યાહતા, જે લેસ કેશ અર્થતંત્રને વેગ આપવા એમડીઆર વગર ઓફર કરી શકાશે.
પ્રધાને ગત શનિવારે જાહેર કર્યુ હતું કે રૂા.50 કરોડથી વધુનો બીઝનેસ ધરાવતા બીઝનેસીસોનો એમડીઆર ચાર્જ 1 જાન્યુઆરી, 2020 થી માફ કરાશે.