ફેબ્રુઆરી 2016માં ડિગબેથની રિયા સ્ટ્રીટ પર ડાયરેક્ટ સોર્સ 3 વેરહાઉસમાં ગોળી મારીને ઉદ્યોગપતિ અખ્તર જાવેદની હત્યા કરવાના આરોપસર 31 વર્ષીય તાહિર ઝરીફને બુધવાર, 30 નવેમ્બરના રોજ દોષીત ઠેરવવામાં આવ્યો હતો.
તાહિર અન્ય ત્રણ માણસો સાથે ડાયરેક્ટ સોર્સ 3 વેરહાઉસ પર ગયો હતો અને અખ્તર જાવેદને ધમકાવ્યો હતો અને તેને કંપનીનું ટેકીંગ આપવા આદેશ આપ્યો હતો. તાહિર જાવેદને ઓફિસમાંથી રિસેપ્શનમાં લઈ ગયો હતો અને સેફ ખોલવા ચેતવણી આપી પગમાં ગોળી મારી હતી. જાવેદે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે પોઈન્ટ બ્લેન્ક રેન્જમાં વધુ બે વાર ગોળી મારી જાવેદની હત્યા કરી હતી. તાહિર 8 ફેબ્રુઆરી, 2016ના રોજ યુકેથી પાકિસ્તાન ભાગી ગયો હતો. તે પછી પોલીસે ગેંગના ત્રણ જણાની ધરપકડ કરી આરોપ મૂકાયા હતા અને કુલ મળીને લગભગ 40 વર્ષની જેલની સજા કરાઇ હતી.
પોલીસે તાહિરની ધરપકડ કરવા નેશનલ ક્રાઈમ એજન્સી, સીપીએસ, ફોરેન ઓફિસ, પાકિસ્તાનમાં બ્રિટિશ હાઈ કમિશન અને પાકિસ્તાની સત્તાવાળાઓ સાથે કામ કર્યું હતું અને આખરે જાન્યુઆરી 2018માં તેને મીરપુરમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2020માં તેને યુકે લવાયો હતો અને આ મહિને કોવેન્ટ્રી ક્રાઉન કોર્ટમાં હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. તાહિરને શુક્રવાર, 9 ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવશે.