આધુનિક બ્રિટનમાં એક રાજકારણીની પત્ની બનવું એટલે શું? સાશા સ્વાયરે આખરે એ અજાણી, રોચક અને રસપ્રદ વાતો પરથી પડદો હટાવ્યો છે. સાશા સ્વાયરની ડાયરીએ વેસ્ટમિન્સ્ટરના જીવન પરની કલ્પિત દૃષ્ટિની અને અજાણી માહિતી બહાર પાડતી બારી ખોલી છે – જેનું આ પહેલાં ક્યારેય આવું દસ્તાવેજી કરાયું નથી.
વીસ કરતાં વધુ વર્ષો સુધી તેમણે રાજકીય પ્લસ-વન હોવાના નાતે કેટલાય અનુભવો, ઘટનાઓ અને સંતાપની વિગતો ધરાવતી ગુપ્ત ડાયરી રાખી હતી. છેલ્લા દાયકાની સિસ્મિક રાજકીય ઘટનાઓ અને તેની તમામ ઝીણવટભરી માહિતી પુસ્તક દ્વારા રજૂ કરીને આપણી સમક્ષ રજૂ કરી છે. તે ઘટનાઓને જ્યારે વાંચીએ ત્યારે લાગે કે આપણે રિંગસાઇડની બેઠક પર બેસીને જાણે જાતે તે બધુ નિહાળી રહ્યા છીએ. એક પ્રોફેશનલ ભાગીદાર અને વફાદાર જીવનસાથી તરીકે સાશા સ્વાયર પોતે રાજકીય મંતવ્યો ધરાવે છે અને કેટલીકવાર તે ‘યસ’ કરતાં ‘નો, મિનીસ્ટર’ પણ હોય છે. ફરજ બજાવતી પત્ની તરીકે તેમણે કેટલીય બાબતો અંગે તેમના પુસ્તકમાં વિસ્ફોટ કર્યા છે.
બડલીગ સૉલ્ટર્ટનના શેનાનીગન્સથી લઈને બકિંગહામ પેલેસના સ્ટેટ બેન્કવેટ્સ સુધી, પિઝા રેસ્ટૉરન્ટમાં બંદુક સાથે ઘુસેલા આતંકવાદીથી લઇને બોરીસ જ્હોન્સનની બાજુમાં બેસીને ડાઉનીંગ સ્ટ્રીટમાં કરાતા ડીનર જેવી કંઇક કેટલીય બાબતો અંગે પોતાનું નિરીક્ષણ તેમણે આ પુસ્તકમાં કર્યું છે. તેમણે પુસ્તકનાં વર્ણવેલી કેટલીક બાબતો પીડાદાયક તો ઘણીવાર તે આનંદકારક રીતે રમૂજી રીતે જાહેર કરવામાં આવી છે. અહીં મિત્રતા અને પતન, સામાન્ય ચૂંટણીઓ અને નેતૃત્વની હરિફાઇઓ અને ગોટાળાઓનો પણ ઉલ્લેખ કરાયો છે.
‘ડાયરી ઓફ એમપી’ઝ વાઇફ’ પુસ્તકમાં તેમણે એકદમ પ્રમાણિક, ઘણી વખત ખરાબ રીતે અવિવેકી અને ઘણી વખત જીવનમાં કેવી હાલત થાય છે તેનો વારંવાર અફડાતફડીભર્યો હિસાબ રજૂ કર્યો છે.
તેણીએ પુસ્તકમાં મિત્રો, ખાસ કરીને કેમેરન તેમજ તેમના પરિચિતોને, જેમાં રોયલ્સ અને ઉમરાવોને ટાંક્યા છે. 2015માં ચાઇનાના શી જિનપિંગના સ્ટેટ ડિનર વખતે કેમેરનના ચીફ ઓફ સ્ટાફ એડ લેવેલીન સાથેની ગપસપ ઇયુ વાટાઘાટો વિશેની વાતો, પબોરિસ જ્હોન્સન, બ્રેક્ઝીટ અને અન્ય ઘણી બધી બાબતોનો સમાવેશ કરાયો છે.
આ પુસ્તકને એવા પુરાવા તરીકે લેવામાં આવશે કે કેમેરન પ્રોજેક્ટ સંપર્ક વગર અને બેજવાબદાર હતો. પરંતુ, સત્ય એ છે કે હ્યુગો એક દરબારી હતા જનરલ નહિ અને તેઓ પણ દરરોજ સાંજના કલાકો સુધી તેમની મંત્રી તરીકેની જવાબદારી નિભાવવામાં વિતાવતા હતા. આ પુસ્તક પ્રેરણાદાયક છે કારણ કે તે ભઠ્ઠીને બદલે વરાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ તે વાસ્તવિક સરકારનો હિસાબ નથી. રાજકારણીઓ વ્યક્તિગત પ્રગતિ માટે કેટલો સમય ઇચ્છે છે તે દર્શાવે છે.
સાશાએ પોતાની પત્રકાર તરીકેની કારકિર્દી પરિવારની દેખરેખ રાખવા માટે છોડી દીધી હતી. તેઓ બાળપણથી જ એક ડાયરી રાખતા હતા. તેમના સારા મિત્ર ડેવિડ કેમરનના રાજમાં પતિ હ્યુગો સ્વાયર મિનીસ્ટર હતા ત્યારે અને ત્યારબાદ થેરેસા મેના કાળમાં બેકબેન્ચર હતા ત્યારે સાશાએ દૈનિક ધોરણે ડાયરી લખવાનું આગળ ધપાવ્યું હતું. તેઓ ભારપૂર્વક કહે છે કે તેમનો હેતુ ક્યારેય ટોરી દાયકાની અંદરની વાતો પ્રકાશિત કરવાનો નહોતો.
ભૂતપૂર્વ ડીફેન્સ સેક્રેટરી સર જ્હોન નોટની પુત્રી તરીકે તેઓ વ્હાઇટહોલને જાણે છે, અને તેમની નજર રેઝર જેવી તીક્ષ્ણ છે. ઇટનમાં ભણેલા અને ભૂતપૂર્વ આર્મી ઓફિસર હ્યુગો સ્વાઇરના નજીકના વિશ્વાસુ લોકોમાં નંબર 10ના ગેટકીપર કેટ ફોલનો સમાવેશ થાય છે, જેઓ જાણે છે કે ક્યા ક્યાં ગડેલા મડદાં દટાયેલા છે.
સાશા સ્વાયરે જણાવ્યું હતું કે તેણીની ડાયરીને જાહેર કરવાનો ઇરાદો ક્યારેય નહોતો, તેણીએ તે ડાયરી ફક્ત જિજ્ઞાસાથી લીટરરી એજન્ટને બતાવી હતી. લેખક સાશા સ્વાયરનો ઉછેર વેસ્ટ કોર્નવોલમાં થયો હતો, જ્યાં તેમના પિતા સર જોન નોટ, સેન્ટ આઇવ્સ મત વિસ્તારના એમપી હતા. તેઓ નેશનલ અને રીજીયોનલ પ્રકાશનોમાં અને એશિયામાં પત્રકાર તરીકે સેવા આપતા હતા. 2001થી 2019સુધી તેમના પતિ હ્યુગો સ્વાયરના પોલિટીકલ રીસર્ચર તરીકે કામ કર્યું હતું. તેઓ ડેવોન અને લંડન વચ્ચે પોતાનો સમય વહેંચે છે.
Product details
- Hardcover : 544 pages
- ISBN-10 : 1408713411
- ISBN-13 : 978-1408713419
- Dimensions : 16 x 4.8 x 23.8 cm
- Publisher : Little, Brown (24 Sept. 2020)
- Language: : English