પ્રિન્સ હેરીના બોમ્બશેલ સંસ્મરણ, સ્પેરમાં ઘણા બધા દાવાઓ કરાયા છે પરંતુ હેરીએ પ્રિન્સેસ ડાયનાના સંદર્ભો સાથે વણઉકેલાયેલા દુઃખની ઊંડી વાતો આ પુસ્તકમાં રજૂ કરી છે.
પ્રિન્સ હેરીએ આ પુસ્તકમાં “ભયાનક પેનીક એટેક્સ” અને પ્રિન્સ તરીકે શાહી ફરજો દરમિયાન જાહેરમાં દેખાવા અને બોલવા વિશે અનુભવેલી ચિંતાની વાતો રજૂ કરી છે. પુસ્તકમાં ડાયેના, તેમની ગેરહાજરીમાં, આ સંસ્કરણમાં સૌથી મોટા પાત્રોમાંના એક છે.
પ્રિન્સ હેરી એક વિશેષ શક્તિ ધરાવતી સ્ત્રીને મળવા ગયા હતા જે તેની માતા સાથે સંપર્ક કરી શકે છે. એક દશકાની અસહ્ય વેદનાથી છુટકારો મેળવવાની આશામાં માતા ડાયેના પેરિસની ટનલમાં કાર અકસ્માતમાં મૃત્યુ પામી હતી તે સ્થળે જવા માટે એક ડ્રાઈવરને મળ્યા હતા. તો પ્રિન્સ વિલિયમ સાથે ટનલમાંથી પસાર થયા બાદ તેમણે દાવો કર્યો હતો કે તેમના બેમાંથી કોઇને અકસ્માતની વાતની ખાતરી થઈ ન હતી, જેને હેરી “અપમાન” કહે છે અને જવાબો કરતાં વધુ પ્રશ્નો ઉભા કરે છે.
માતાના મૃત્યુ પછી હેરી અને તેના પિતા ચાર્લ્સ વચ્ચે વિભાજન થયું હોય તેવું લાગે છે.
તેમણે માતાના વસાન બાદ જાહેરમાં રડવામાં અસમર્થ હતા તેનું વર્ણન પણ કર્યું છે.